Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કરતી વાન ડિવાઈડર કૂદી અથડાતા ગમખ્વાર અકસ્માત:પોલીસ કર્મી સહીત હોમગાર્ડને ગંભીર રીતે ઇજા

અરવલ્લી:જિલ્લા પોલીસ તંત્ર સહિત મોડાસા ટાઉન પોલીસ અનલોક-૧ માં રાજય સરકારે સમગ્ર રાજયમાં રાત્રે ૯ કલાક થી સવારે ૫ વાગ્યા સુધી કરફયુ  લાદતા ફરકયુની અમલવારી માટે દિવસ-રાત પેટ્રોલીંગ કરી રહી છે.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની પેટ્રોલીંગ કરી રહેલી પીસીઆર વાન હજીરા વિસ્તારમાંથી પસાર થતા રોડ પર ગાય ડિવાઈડર કૂદી વાન સામે આવી જતાં પીસીઆર ના વાન ચાલકે ગાયને બચાવવા જતાં સ્ટીયરીંગ પર થી કાબુ ગુમાવતા પીસીઆર વાન રોડ ની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા વાનમાં સવાર એક પોલીસ કર્મી સહિત હોમગાર્ડને શરીરે  સામાન્ય ઈજાઓ થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

(5:59 pm IST)