Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મહેસાણા: કડી દારૂકાંડમાં સંડોવાયેલ આરોપી પીઆઇ સહીત 9પોઇલ્સ કર્મીઓની હજુ સુધી ધરપકડ કરવામાં ન આવતા તર્કવિતર્ક સર્જાયા

મહેસાણા:બહુચર્ચિત કડી દારૃકાંડમાં સંડોવાયેલા આરોપી પીઆઈ સહિત ૯ પોલીસ કર્મીઓ ૨૦ દિવસ વીતી જવા છતાં હજુ સુધી ધરપકડ કરવામાં ન આવતા તર્કવિતર્ક સર્જાયા છે. આરોપીઓ પૈકી ત્રણ પોલીસ કર્મીઓની ૨૭ ઓગષ્ટ સુધી ધરપકડ ન કરવા હાઈકોર્ટે સ્ટે આપવામાં આવ્યો છે. જોકે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા સિનિયર પીઆઈ દેસાઈબે પીએસઆઈ સહિત ૬ આરોપી પોલીસ કર્મીઓ હજુ સુધી અંડરગ્રાઉન્ડ છે.

વિવિધ ગુનાઓમાં બુટલેગરો પાસેથી કબજે લેવામાં આવેલા અને કડી પોલીસ લાઈનના રૃમમાં રખાયેલા વિદેશી દારૃના જથ્થા પૈકી રૃા. ૧૨ લાખનો દારૃ લોકડાઉન દરમિયાન વેચી નાખવામાં થયેલા ઘટસ્ફોટમાં સિનિયર પીઆઈ ઓ.એમ. દેસાઈસહિત ૯ પોલીસ કર્મચારીઓ સામ ેગત તા. ૨૪-૫-૨૦૨૦ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દારૃકાંડની તપાસ કરી રહેલ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેસન ટીમ દ્વારા પોલીસે કબજે કરેલ દારૃની ગણતરી કરવામાં આવતા તેમાંથી રૃા. ૧૨.૧૪ લાખની કિંમતની ૫૯૭૪ બોટલો ઓછી જણાઈ હતી. જ્યારે રૃા. ૩ લાખની ૧૧૫૯ બોટલો વધારાની મળી આવી હતી. જેથી આ અંગે તા. ૩૧-૫-૨૦ના રોજ પીઆઈ દેસાઈ અને પીએસઆઈ કે.એન. પટેલ વિરુધ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેમકે જે પોલીસ ક્વાર્ટરમાં દારૃ રાખવામાં આવતો હતો. તેની ચાવીઓ તેમની પાસે રહેતી હતી. આમ કડી પોલીસ મથકમાં જ દારૃના થતા વેપલાના થયેલા ભંગફોડને ૨૦ દિવસ જેટલો સમય વીતી જવા છતાં આ કેસના આરોપી પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની હજુ ધરપકડ કરવામાં ન આવતા મામલો ગરમાયો છે. આ અંગે રચાયેલ સીટના તપાસનીશ ડીવાયએસપી સોલંકીએ આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

(5:58 pm IST)