Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પ્રાંતિજ તાલુકામાં વાવાઝોડા સાથે પડેલ વરસાદના કારણોસર અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા વીજના તાર તૂટી ગયા

પ્રાંતિજ તાલુકામાં સોમવારના રોજ રાત્રે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ વાવાઝોડુમાં તાલુકામાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા,બોભા ગામે વાવાઝોડાથી આઠેક મકાનના પતરાઓ પણ ઉડયા હતા અને કેટલાંક મકાનની દિવાલો પડી ગઈ તો કેટલીક જગ્યાએ વૃક્ષો વીજના તાર પર પળતાં વીજળી ડૂલ થઈ હતી.

પ્રાંતિજ પંથકમાં સોમવારે રાત્રે વરસાદ સાથે જોરદાર વાવાઝોડુ ફૂંકાયુ હતું. રાત્રે વૃક્ષો હાઈવે પર પડવાને કારણે લાંબો સમય સુધી પ્રાંતિજ હરસોલ સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.તાજેતરમાંજ પ્રાંતીજ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર છ જેટલા પંખાઓ નવા નાખ્યા હતા વાવાઝોડાને કારણે તે તમામ ઈલેકટીક પંખાનાં પાંખાં વળી ગયા હતાતેમજ ઠેર ઠેર  હોડિંગ દૂર સુધી ફંગોળાયાં હતાં તો કેટલાક મકાનો પર લગાવેલ સોલર લાઈટોની પેનલો દૂર સુધી ફંગોળાઈ હતી.તો પ્રાંતિજ બજારમાં તેમજ રેલ્વે સ્ટેશન જવાના માર્ગ પર કેટલાંયે વૃક્ષો ધરાશાથી થયા હતાં. બોભા ગામમાં એક મકાન પરથી પતરાં ઉડી દૂર સુધી ફંગોળાઈ ગયાં હતાં.પ્રાંતિજ શહેરના સ્ટેટ બેંક વિસ્તારમાં સોમવારે રાત્રે બંધ થયેલી લાઈટો સોમવારે દુકાનદારોએ વારંવાર ફોન કરવા છતાં પણ ચાલુ ન થતાં વેપારીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

(5:56 pm IST)