Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મહેસાણા ઓએનજીસીના એસઆરપીગ્રુપના 15 કર્મચારીઓના નામે ખોટા બીલો બનાવી છેતરપિંડી થતા પોલીસ તપાસ હાથ ધરાઈ

મહેસાણા: ઓએનજીસીના એસઆરપી ગુ્રપના ૧૫ કર્મચારીઓના નામે ખોટા બીલો બનાવી ચતુરાઇપૂર્વક પોતાના અને સગાસબંધીઓના બેન્ક ખાતામાં રૃ.૭૧૯૬૫૧ની રકમ ઇ-પેમેન્ટથી જમા કરાવીને ઉચ્ચાપત કરનાર તત્કાલિન જુનિયર કારકુન સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને પીઆઇ આર.આર.ત્રિવેદી તપાસ ચલાવી રહ્યા છે.

ચૌકાવનારી ઘટના અંગે સંત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ઇડર તાલુકાના મુડેરી ગામના માધાભાઇ કે.ચૌધરી એસઆરપી જુથ-૧૫માં અગાઉ જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમના ફરજકાળ દરમિયાન  તા.૧/૮/૨૦૧૮ થી તા.૧/૩/૨૦૧૯ના સમયગાળામાં મહેસાણા ઓએનજીસી કચેરીમાં ફરજ બજાવી રહેલા રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જુથ-૧૫ના ૧૫ કર્મચારીઓના ખોટા બીલો બનાવ્યા હતા. આ ફર્જી બીલોને સાચા તરીકે ઉપયોગ કરીને માધાભાઇએ પોતાના અંગત નાણાકિય લાભ માટે તમામ બીલોની કુલ રકમ રૃ.૭૧૯૬૫૧ પોતાના તથા સગાસબંધીઓના બેન્ક ખાતામાં ઇ-પેમેન્ટથી જમા કરાવ્યા હતા. તાજેતરમાં તપાસ દરમિયાન તત્કાલિન જુનિયર કલાર્ક આતરેલી ગેરરીતી અને પોતાના હોદ્દાનો દુરૃપયોગની હક્કિતનો ભંડાફોડ થતાં આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:55 pm IST)