Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગાંધીનગર નજીક કલોલથી અમદાવાદ જઈ રહેલ યુવાનના મોપેડને પાછળથી બાઇકે હડફેટે લેતા માતાનું સારવાર દરમ્યાન મૃત્યુ

ગાંધીનગર: શહેર નજીક અડાલજ પાસે માતા સાથે મોપેેડ ઉપર કલોલથી અમદાવાદ જઈ રહેલા યુવાનના મોપેડને પાછળથી બાઈકે અડફેટે લીધું હતું અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી માતાને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.

ગાંધીનગર આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે ગત રવિવારે કલોલના જૈન દેરાસર પાસે શેઠવાસમાં રહેતો ર8 વર્ષીય યુવાન પ્રિયાંક પરાગભાઈ શેઠ તેની માતા નુતનબેનને લઈ તેના મોપેડ નં.જીજે-18-એએફ-5826 ઉપર અમદાવાદ ખરીદી કરવા માટે જઈ રહયો હતો.

બપોરના સમયે તેઓ અડાલજ નજીક પહોંચ્યા ત્યારે મોર્ડન ગોડાઉનના કટ પાસે પાછળથી એક બાઈકના ચાલકે તેનું બાઈક પ્રિયાંકના મોપેડ સાથે અથડાવી દીધું હતું અને તેનું મોપેડ 1પ ફુટ જેટલું ઘસડાયું હતું અને માતા-પુત્રને ઈજાઓ પહોંચી હતી.

(5:53 pm IST)