Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરત શહેરના ઉઘના વિસ્તારમાં વેપારીને માસ્ક વેચવાના બહાને બે ગઠિયા આઠ લાખ તફડાવી છૂમંતર...

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ઓફિસ ધરાવતા વેપારીને માસ્ક વેચવાના બહાને બે ગઠીયાએ રૂ.8 લાખ પડાવ્યાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ ભુલકાભવન સ્કુલની બાજુમાં અક્ષર જ્યોત સોસાયટી કોમ્પલેક્ષ નં.એ/4 ફલેટ નં યુ.જી/3 માં રહેતા 44 વર્ષીય હિતેશભાઇ ગોવર્ધનભાઇ મિસ્ત્રી ઉધના ત્રણ રસ્તા ઇંડીયન ઓંઇલ પેટ્રોલ પંપની સામે વશી કોલોની 37/2 માં એ.ટુ.ઝેડ ફાયર સેફ્ટી સર્વિસના નામે વેપાર કરે છે. પોતાના વેપાર માટે તેમણે જસ્ટ ડાયલ, ઇન્ડિયા માર્ટ અને ગુગલ ઉપર જાહેરાત મૂકી છે. 

ગત 23 ફેબ્રુઆરીના રોજ સાંજે આર.કે મિશ્રા નામના વ્યક્તિએ વ્હોટ્સએપ મેસેજ કરી પોતે એસ.આર.એન્ટરપ્રાઇઝના નામે એ-1350 સેકટર 45 સી, ચંદીગઢમાં માસ્કનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું. 

હિતેશભાઈએ તેની સાથે ભાવતાલ કર્યા બાદ રૂ.3 માં એક માસ્ક ખરીદવાની વાત કરી 4 લાખ માસ્ક ખરીદવાની વાત કરી હતી. ચંદીગઢના સરનામે મિત્ર મારફતે ખરાઈ કરાવ્યા બાદ તેમણે રૂ.6 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.

(5:51 pm IST)