Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરતના રાંદેર ટાઉનમાં પાણીની ટાંકી સહીત લાઈટ બંધ હોવા જેવી બાબતે રહેવાસીઓ વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણા કર્યું:સામસામે હુમલામાં ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત:રાંદેર ટાઉનના અશફરીયા બિલ્ડીંગમાં ગત મોડી રાત્રે પાણીની ટાંકી અને લાઇટ બંધ હોવાના મુદ્દે રહેવાસીઓ વચ્ચે થયેલા ઝઘડામાં ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરતા ત્રણથી ચાર જણાને ઇજા થઇ હતી. ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાંદેરના તાઇવાડા સ્ટ્રીટના અશફરીયા બિલ્ડીંગના ચોથા માળે રહેતા મોહમદ યુનુસ અબ્દુલ સત્તાર છોટાણી (ઉ.વ. 46) ના રહેણાંક એપાર્ટમેન્ટમાં પાણીની નવી ટાંકી નાંખ્યા બાદ પાણી ઓછું આવતું હતું અને ગ્રાઉન્ડ ફલોરના પેસેજમાં લાઇટ બંધ હોવાથી એપાર્ટમેન્ટમાં રહેતા અબુબકર હૈદર શા ને ઠપકો આપતા કહ્યું હતું કે તમે શું ધ્યાન આપો છો. આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થતા છુટા હાથની મારમારી થઇ હતી. તે દરમ્યાન અબુબકરે લાકડાના ફટકા વડે મોહમદ યુનુસને ડાબા ખભા, હાથ અને ગરદનના ભાગે ઇજા પહોંચાડી હતી. જયારે યુનુસના ભત્રીજા સોહેલ રફીક છોટાણીને મૌલાના હૈદર અશરફશાએ ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત સલીમ જાબીર સૈયદે ચપ્પુ વડે પેટ અને ડાબા હાથમાં તથા ઇબ્રાહીમ સિદ્દાતને સૌકત જાબીર સૈયદે ચપ્પુ વડે ખભા અને પેટમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. 

(5:49 pm IST)