Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરા:વારસિયા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર નરાધમને પોલીસે ઝડપી તજવીજ હાથ ધરી

વડોદરા:વારસિયા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર મરજી વિરૃધ્ધ શારીરિક સંબંધ બાંધનાર નવાયાર્ડના ફારૃક પઠાણ અને તેને મદદ કરનાર મિત્રને વારસિયા પોલીસે ઝડપી પાડી કોવિડ-૧૯ ના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે.

નવાયાર્ડ આશાપુરીમાં રહેતા ૨૨ વર્ષનો ફારૃક શકીલભાઇ પઠાણ ટ્રાન્સપોર્ટની ટ્રકમા સામાન લોડિંગ- અન લોડિંગનું કામ કરે છે. લોડિંગના કામ માટે અવાર-નવાર તે કિશનવાડી ગધેડામાર્કેટ વિસ્તારમાં આવતો હતો. તેની સામે અંકિત નામનો યુવક પણ કામ કરતો હતો જેથી ફારૃક પઠાણ અવાર-નવાર અંકિતના ઘરે જતો હતો. અંકિતના ઘરની નજીકમાં રહેતી ૧૬ વરષની કિશોરી સાથે આવતા-જતા ફારૃકે નજર મિલાવી પટાવીને પ્રેમસંબંધ બાંધ્યો હતો.

(5:48 pm IST)