Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરાના તરસાલી વિસ્તારમાં લોકડાઉનમાં કામધંધો ન મળતા જયપુરની યુવતી દેહવિક્રયના ધંધામાં ધકેલાઈ જતા ચકચાર

વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં સસરાને મોતને ઘાટ ઉતારનાર યુવાનની પૂછપરછમાં વડોદરા આવેલી જયપુરની યુવતી લોકડાઉનમાં કામ-ધંધો નહી મળતા દેહવિક્રયના ધંધામાં ધકેલાઇ હોવાની વિગતો બહાર આવી છે. સસરાની હત્યા પહેલા શરીરસુખ માણવા હોટલની રૃમમાં જયપુરની યુવતીને લઇને ગયેલા યુવાને પૈસા બાબતે ઝઘડો થતા યુવતીને ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની હત્યારા મિતુલ સામે હત્યાના પ્રયાસની બીજી ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મૂળ રાજસ્થાનના જયપુરની ૨૨ વર્ષની યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇ-બહેન છે. મોટી બહેન વડોદરામાં તેના પતિ સાથે રહે છે. નાનો ભાઇ જયપુરમાં પત્ની સાથે રહે છે તેમજ હું આઠ દિવસ પહેલાં જ જયપુરથી વડોદરા બહેનના ઘેર રહેવા માટે આવી છું.  લોકડાઉનના કારણે જયપુર ખાતેના મકાનનું ભાડું ચડી ગયુ હોવાથી કામ ધંધા માટે વડોદરા આવી પરંતુ અહી પણ નોકરી નહી મળતા જીજાજીને પૈસાની જરૃરિયાત અંગે વાત કરી હતી.

(5:47 pm IST)