Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરામાં યુ.પી.ના ડ્રાઈવરની પત્નીએ અનાજમાં મુકવાની ગોળીઓ ખાઈ લેતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું

વડોદરા:મૂળ યુ.પી.ના અને હાલમાં નંદેસરી ગામની નીલકંઠ સોસાયટીમાં રહેતા ડ્રાઇવરની પત્નીએ અનાજમાં મુકવાની ગોળીઓ ખાઇ લેતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.

નંદેસરી ગામની નીલકંઠ સોસાયટીમાં રહેતી સંજના નામની ૨૫ વર્ષની યુવતીના લગ્ન ૭ વર્ષ પૂર્વે સંતોષકુમાર રામમનોરથ તિવારી સાથે થયા હતા. સંતોષ તિવારી છૂટક ડ્રાઇવીંગનું કામ કરે છે. 

જ્યારે સંજના ઘરકામ જ કરતી હતી. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. સંજનાનોભાઇ પણ વતનથી ત્રણ વર્ષ પૂર્વે વડોદરા આવ્યાં હતાં અને બહેનના ઘરની બાજુમાં જ રહેતો હતો તેમજ સિક્યુરીટીમાં નોકરી કરે છે.

(5:47 pm IST)