Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરાના વાસણા રોડ પર લેબર કોન્ટ્રાકટરે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના વાસણા રોડ પર નવી બંધાયેલી બિલ્ડીંગના આઉટ હાઉસમાં રહેતા પચાસ વર્ષમાં લેબર કોન્ટ્રાકટરે  રૃમમાંજ ગળાફાંસો ખાઈને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણ સહિતના અન્ય પરિબળો પર જે.પી.રોડ પોલીસે તપાસ હાથ  ધરી છે.

મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પારલા ગામે રહેતા ૫૦ વર્ષના રૃપસીંગ જલુભાઈ રાઠવા લેબર કોન્ટ્રાકટર છે. વડોદરામાં અલગ અલગ જગ્યાઓએ તેઓ મજૂરો રાખીને કામ કરતાં હતા. વાસણા રોડ શિવાંગી સોસાયટીની બાજુમાં આવેલા  પ્લોટમાં નવી બિલ્ડીંગનું બાંધકામ તેને લેબરથી કર્યું હતુ. અને આઉટહાઉસમાં જ તેઓ પરિવાર સાથે રહેતા હતા.

પરંતુ લોકડાઉન શરૃ થતા રૃપસીંગ રાઠવા પત્ની   અને પુત્ર સાથે વાન જતાં રહ્યા હતા. અને ૧૫ દિવસથી તેઓ પુત્ર સાથે પરત વડોદરા આવ્યા હતા. તેમના પુત્રનું પણ ગોરવા સમતા ચોકી પાસે વૈકુંઠ ફલેટ તેમજ અન્ય સ્થળે કામ ચાલતું હતુ.

(5:46 pm IST)