Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરામાં સરકારી વિભાગોની વસાહતોના બંધ મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર પોલીસે રેઇડ પાડી 54 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:સરકારી વિભાગોની વસાહતોમાં બંધ મકાનોનો માથાભારે બુટલેગરો ઉપયોગ કરી દારૂનો ધંધો કરતા હોવાની માહિતીના આધારે ગઈકાલે વડોદરા રેલવે પોલીસે નવાયાર્ડ રેલવે કોલોનીના બંધ મકાનમાંથી રૂપિયા 54 હજારની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગરોની તપાસ શરૂ કરી છે. 

રેલવે પોલીસને મળેલી બાતમીના આધારે, એ.એસ.આઇ રમેશભાઈ તથા તેમના સ્ટાફ ગઇરાત્રે નવાયાર્ડ વિસ્તારની સરદાર નગર રેલવે કોલોનીના મકાન નંબર D.. 284 જે મકાન બંધ હાલતમાં હતું તેનું તાળું તોડી તપાસ કરતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવીને આ મકાનમાં સંતાડવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. 

(5:45 pm IST)