Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદ:ગુજરાત યુનિવર્સીટીની હોસ્ટેલમાં અફઘાની વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:કોરોનામા ભય અને ડરના માહોલ વચ્ચે જ્યાં આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા એક અફઘાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.

આઇસીસીઆર હેઠળ દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં જુદા- જુદા દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે અને આ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની એનઆરઆઈ હોસ્ટેલમા રહેતા હોય છે. 

દરમિયાન આજે સવારે એકાએક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર વહેતા, યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી છે અને તંત્ર દોડતું થઇ ગયું છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં પીજીનો અભ્યાસ કરતો હતો.

(5:44 pm IST)