Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદ:નવરંગપુરામાં એક્ટિવાની ડેકીમાં મુકેલ પૈસા બે શખ્સ રસ્તો પૂછવાના બહાને તફડાવી રફુચક્કર

અમદાવાદ:ઉસ્માનપુરામાં રમેશભાઈ પી જૈન નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસે ફોન કંપનીમાં લોકર મેનેજર તરીકે નોકરી કરે છે. દરમિયાન તેમના શેઠે કંપનીમાંથી આવેલા પાંચ લાખ રૂપિયા લેવા માટે ઇસ્કોન આરકેટમાં આવેલ પીએમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા.

આથી રમેશભાઈ એકટીવા લઈને આવી પહોંચ્યા હતા. તેમણે પેઢીમાંથી ચાર લાખ 99 હજાર પાંચસો રૂપિયા રોકડા લીધા હતા અને કપડાના રૂમાલ બાંધીને એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા.

દરમિયાન તેઓ તેમની ઓફિસમાં એકટીવા પાર્ક કરીને ઊભા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને ચીનુભાઇ ટાવર તરફ જવાનો રસ્તો પૂછીને વાતોમાં પરોવી રાખ્યા હતા. બાદમાં બંને શખ્સો ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ રમેશભાઈએ જોયુ તો ડેકીમાંથી રૂપિયા ગુમ હતા. તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)