Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલ તકરારમાં મિત્રને ચપ્પુના ઘા મારતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી અને મિત્રને ચાકુના ઘા માર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

યુવકે તેના મિત્રને પત્નીને લેવા વિરમગામ જવાનું હોવાથી સાથે આવવા કહ્યું હતું. મિત્રએ નહાઈને જઈએ તેમ કહેતા યુવકને મનમાં લાગી આવતા આવેશમાં આવી ગયો અને છરીના ઘા મારીને રાકેશ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.

સોલા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)