Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોરાની એમ.એસ. યુનિવર્સિટીનો કોરોના મહામારીમાં મોટો નિર્ણયઃ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરિક્ષા લેવાશે

વડોદરા: રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. 17000 વિદ્યાર્થીઓની MCQ બેઝ્ડ પરીક્ષા લેવાશે. જો કે, કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. જો કે, અગાઉ પર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.

(5:06 pm IST)