Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા: જ્યારે સફેદ ટાવર પાસે રોજ હજારો લીટર પાણીનો બગાડ

સ્થાનિક રહીશોની રજૂઆતો પણ ધ્યાન પર ન લેતા પાલીકાના અધિકારી, કર્મચારીઓ ફક્ત અમુક ખાસ વિસ્તારો માજ ઘ્યાન આપતા હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલીકામાંથી હાલ ઘણા કર્મચારીઓ મહેકમના નામે છુટા કરાયા જોકે તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવી હોવાની બુમો સંભળાઈ છે જેમાં ખાસ કરી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા બહેનો શહેરમાં ફરતા બંધ થતાં અનેક વિસ્તારોમાં કચરા બાબતે બુમ ઉઠે છે જ્યારે સફાઈ કામદારો પણ ઓછા હોય ખાસ વિસ્તરોમાં રોજિંદી સફાઈ થાય છે જ્યારે અમુક વિસ્તારોમાં એક બે દિવસે થતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

 વર્ષોથી કામ કરતા અને જરૂરી કર્મચારીઓને પણ છુટા કરી દેતા ઘણાં કામો ખોરંભે ચડ્યા હોય ત્યારે પાણી જેવી જીવન જરૂરી બાબતે પણ જો અધિકારી ધ્યાન ન આપે એ ગંભીર બાબત છે.

 એક તરફ રાજપીપળાના ઘણા વિસ્તરોમાં રહીશો પાણી,સફાઈ સહિતની બાબતે ફરિયાદો કરે છે જ્યારે અમુક વિસ્તારોમાં આ તમામ સુવિધા નિયમિત મળતા એમ લાગી રહ્યું છે કે પાલીકામાં વહાલા દવલાની નીતિ થી કામગીરી થઈ રહી છે.

  શહેરમાં અનેક જગ્યાઓ પર પાણીની બુમ હોય ત્યારે બીજી તરફ સફેદ ટાવર નીચે લગાવેલા પાણીના વાલ્વમાંથી રોજનું હજારો લીટર પાણી બહાર નીકળતા માર્ગ ઉપર કે ગટર માં વહી જાય છે ત્યારે સ્ટેટ વખતની પાણી ની લાઈનોમાં વારંવાર ભંગાણ થતા લીકેજના કારણે ઓછા પ્રેસર થી પાણી આવવાની ફરિયાદ પણ સંભળાઈ છે સાથે આ લીકેજમાંથી સાપના કણ સહિત અન્ય કચરો પણ લોકોના ઘર ના નળોમાં જતા જોખમ ઉભું થાય છે.પાણી, સફાઈ સહિતની ફરિયાદો બાબતે પાલીકાના મુખ્ય અધિકારી સત્વરે પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.

(4:28 pm IST)