Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થીનીઓ માટે આર્શીવાદ રૂપ શ્રી બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ

ધો.૮ થી ૧૨ પ્રવેશ મેળવનાર બહેનોને ફી માફી, નિઃશૂલ્ક પુસ્તકો, સ્કૂલબેગ, યુનિફોર્મ સહિતની સુવિધા ઉપલ્બધ, સરકારના નિયમ પ્રમાણે શિષ્યવૃતિની સુવિધા

રાજકોટ,તા.૧૭ : શહેરની ૧૦૦ વર્ષ જુની શ્રી બાઇ સાહેબાબા ગર્લ્સ હાઇસ્કૂલ ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થીનીઓ માટે આર્શીવા રૂપ શાળા છે.

શ્રી બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલની યાદી જણાવે છે કે આજથી સો વર્ષ પહેલા જ્યારે આખો સમાજ દિકરીના શિક્ષણની જ્યોત શાળા સ્વરૂપે પ્રગટાવી અને સમાજમાં સ્ત્રી જાગૃતિનો ઉજાસ ફેલાયો. સૌરાષ્ટ્રની ધરતીમાં સ્ત્રી શિક્ષણ પ્રસ્થાપિત થયુ અને પાંગર્યુ. ૧૦૪ વર્ષની વટવૃક્ષની જેમ ફેલાયેલી અને અડિખમ ઉભી રહેલી એકમાત્ર સંસ્થા એટલે શ્રી બાઇ ગર્લ્સ હાઇસ્કૂલ છે. શિક્ષણક્ષેત્રે ૧૦૪ વર્ષ પહેલા કન્યા કેળવણીને ઉતેજન આપવાના ઉમદા હેતુથી રાજવી પરિવાર દ્વારા શરૂ કરાયેલ સંસ્થા આજે રાજકોટની એકમાત્ર સરકારી કન્યા શાળા છે. રાજકોટ શહેરની એકદમ નજીક આવેલ આ શાળા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. અને માત્ર દિકરીઓ માટેની જ શાળા છે. ધો. ૯ થી ૧૨ સુધીના આ શાળામાં દિકરીઓ સાયન્સ, કોમર્સ, આર્ટસ જેવા વિષયો નિઃશુલ્ક ભણે છે.

સંસ્થાના સંસ્કાર વારસાને  દિકરીઓએ સમાજમાં દિપાવેલા છે. ડોકર્ટસ, પ્રોફેસર, એન્જિનિયર્સ, આચાર્યો, શિક્ષણ, વકીલ, સમાજ સેવિકાઓ અને કુંટુંબના દિવડા રૂપ ગૃહિણીઓના રૂપમાં આ સંસ્થાની બહેનોએ સમાજમાં પોતાનું યોગદાન આપ્યું છે.

સંસ્થામાં હાલમાં ભણતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી મળતી સવલતો તેમજ તમામ પ્રકારની અન્ય સહાયને લીધે વાલીઓ ઉપર એકપણ રૂપિયાનું ભારણ રહેતું નથી. ઉપરાંત શાળનું માયાળુ અને શૈક્ષિણક વાતવરણ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ કારકિર્દીના શિખરો સર કરવા પ્રોત્સાહિત બની રહી છે.

વિદ્યાર્થીનીઓને મળતી નિઃશુલ્ક સવલતો

ધો. ૯ થી ૧૨ કોઇપણ પ્રવાહમાં એડમિશન લેનાર બહેનોની ફી તદન માફ,

 પ્રવેશ લેનારને તમામને નિઃશુલ્ક પુસ્તકો, સ્કૂલબેગ, યુનિફોર્મ,

 સરકારશ્રીના નિયમ પ્રમાણે શિષ્યવૃતિ સુવિધા,

વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે પરિણામ આધારિત શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત રૂ. ૨૦,૦૦૦ સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર.

 વિજ્ઞાન પ્રવાહી વિદ્યાર્થીનીઓની બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી શાળા એ આવવા-જવા માટે સીટી બસના પાસની સુવિધા,

 ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય વિના મૂલ્યે શાળા દ્વારા શૈક્ષિણક પ્રવસાનું આયોજન

 પ્રવાહ અનુસાર શૈક્ષણિક સાધન સહાય

વિદ્યાર્થીનીઓને મળતી વિશિષ્ટ સુવિધાઓ

 પૂર્ણ લાયકાત ધરાવતા સરકાર માન્ય તાલીમ પ્રાપ્ત કાયમી અનુભવી વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અને વ્યકિતગત માર્ગદર્શન.

 સાયન્સ, કોમર્સ, આર્ટસ તમામ પ્રવાહનું અદ્યતન શિક્ષણ

 હવા ઉજાસવાળા વિશાળ આધુનિક વ્હાઇટબોર્ડ, ગ્રીન બોર્ડથી સજ્જ વર્ગખંડો

 બાયસેંગ અને DTET દ્વારા પ્રસારીત થતા શૈક્ષણિક કાર્યક્રમોનું વચ્યુઅલ કલાસરૂમમાં પ્રોજેકટર દ્વારા શિક્ષણ.

 અદ્યતન પુસ્તકોથી સજ્જ લાયબ્રેરી (પુસ્તકાલય).

અદ્યતન સાધનોથી સજ્જ લેબોરેટરી, કમ્પ્યુટર રૂમ, સિવણરૂમ, રમત-ગમત ખંડ, અને ચિત્રખંડ

 શૈક્ષણિક સિધ્ધી માટે વિશિષ્ટ તાલીમ વર્ગો તથા સતત સઘન અને સર્વગ્રાહી મૂલ્યાંકન

 બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ પૂર્વ તૈયારી માટે પેપેરસેટ અને સાહિત્ય તેમજ ધો. ૧૨ સાયન્સની વિદ્યાર્થીઓને માર્ગદર્શન વિનામૂલ્યે.

 ઉચ્ચ અભ્યાસ માટે તેમજ રોજગારીના હેતુ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શનની સુવિધા.

 ધો. ૯ની વિદ્યાર્થીનીઓને શાળા સમય બાદ રીમિડીયલ ટીચીંગ જેથી ટયુશનની આવશ્યકતા રહેતી નથી.

 રમત-ગમતના અદ્યતન સાધનો તેમજ કસરતના સાધનોથી સુસજ્જ વિશાળ મેદાન.

 આર. ઓ. સિસ્ટમ સાથે ઠંડા પાણીની સુવિધા.

 અઠવાડિક પરીક્ષાઓ તથા સમયાંતરે વાલી મિટીંગ

સહઅભ્યાસિક પ્રવૃતિઓ

 આજના યુગમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ, શારિરીક સ્વસ્થતા અને માનસિક શાંતિ માટે યોગ મેડિટેશન.

વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ખીલે તે માટે જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમો

વિદ્યાર્થીનીઓમાં રાષ્ટ્રિય ભાવના જાગૃત કરવા રાષ્ટ્રિય તહેવાર અને અમર શહિદોના જન્મદિવસ અને નિવણિદિનની ઉજવણી, શિક્ષકદિનજી ઉજવણી, મુખપાઠ, નિબંધ, વક્રતૃત્વ સ્પર્ધા, મહેંદી, સાડી-પરિધાન, કેશ-ગુંફન સલાડ ડીશ, ડેકોરેશન વગેરે કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીનીઓનો સર્વાગી વિકાસ , સ્વચ્છ, નિયમિત અને શિક્ષણ તથા રમતગમતમાં અગ્રેસર વિદ્યાર્થીનીઓને ઈનામો દ્વારા પ્રોત્સાહન

 બેંક, પોસ્ટઓફિસ, હોસ્પીટલ, સાયન્સ ફેર, મ્યુઝિયમ તથા શૈક્ષણિક સ્થળોની મુલાકાત,

 શાળાની પ્રવૃતિઓમાં વાલીની સહભાગીદારીતા

 શાળાના વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી સાથે પ્રોત્સાહિત ઈનામો.

(4:17 pm IST)