Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મંત્રી ઇશ્વરસિંહ પટેલ માસ્ક વિના કેબીનેટમાં આવ્યા !

રાજકોટ : રાજય કક્ષાનાં સહકાર મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં માસ્ક પહેર્યા વગર આવતા કેમેરામાં કેદ થઇ ગયેલ. સોશ્યલ મીડીયામાં આ મુદ્દો જોરશોરથી ફેલાયો છે. કોરોનાના કારણ રાજયભરમાં જાહેર જગ્યામાં માસ્ક પહેરવાનું ફરજીયાત છે. જે સરકારે આ કાયદો બનાવ્યો છે તે જ સરકારના મંત્રી કેબીનેટની બેઠકમાં માસ્ક વગર આવ્યા હતા. સામાન્ય માણસ આ નિયમ ભંગ કરે તો રૂ. ર૦૦ દંડના પાત્ર બને છે. મંત્રીના કિસ્સામાં તંત્ર કોઇ પગલા લે છે કે કેમ ? તે જોવાનું રહ્યું.

(4:13 pm IST)