Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સમગ્ર દેશમાં ચીન સામે ભારે આક્રોશ : અમદાવાદમાં ચાઈના પ્રોડકટને સળગાવી લોકોએ વિરોધ નોંધાવ્યો

બાપુનગર ડાયમન્ડ સર્કલ પાસે લોકો બેનરો સાથે રસ્તામાં ઉતરી આવ્યા : ચીની વસ્તુઓના બહિષ્કારની હાકલ

અમદાવાદ,તા.૧૭: બાપુનગર ડાયમંડ સર્કલ ખાતે ચીને કરેલ હુમલાનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ચીનનો વિરોધ કર્યો, સાથે જ ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર ઘુષણ ખોરી અને હુમલાની નીતિ અપનાવવામાં આવી છે, તેને જોતાં સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે અમદાવાદમાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

બેનરો સાથે લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને ચીનને પડકાર ફેંકયો હતો. બેનરો સાથે લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને ચીનને પડકાર ફેંકયો હતો. ચાઈનીઝ પ્રોડકટ મોબાઈલ, સીરીઝ, ઈલેકટ્રીક વસ્તુઓ પણ સાથે લાવ્યા હતા. જેનું જાહેરમાં દહન કર્યું હતું. વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચાઇના દ્વારા જે રીતે ભારત પર હુમલા કરવામાં આવ્યા છે, સરહદ વિરોધી કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી અને સમય આવ્યે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપશે. સૌએ ભેગા મળી ચીની બનાવટની વસ્તુઓનું જાહેરમાં દહન કરી તેનો બહિષ્કાર કર્યો હતો.

(4:12 pm IST)