Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સરકાર શિક્ષણના વેપારીકરણમાં વ્યસ્ત કોંગી દ્વારા છાત્રોને ઉપયોગી 'ઇ-બૂક' વિમોચન

ટીમ ડો.મનીષ દોશી દ્વારા કારકિર્દી માર્ગદર્શનનો રસથાળ

ગુજરાત કોંગ્રેસ દ્વારા 'કારકિર્દીના ઊંબરે' ઇ-પુસ્તકના વિમોચન પ્રસંગે અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, ડો.મનીષ દોશી, નિશાંત વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

 ગાંધીનગર, તા.૧૭: 'કારકિર્દીના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ધોરણ-૧૨ બાદ 'કારકિર્દીના ઊંબરે' જયારે ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય માટે આગળ વધી રહ્યા હોય ત્યારે તેને આ કોરોનાના કપરા સમયમાં પણ યોગ્ય, સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ચાલી આવતી શિક્ષણસેવાનાં ભાગરૂપે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક 'કારકિર્દીના ઊંબરે' વાલી-વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. અને કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી – વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફી અને માસ પ્રમોસનની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ગુજરાતનાં વિદ્યાર્થી-વિધાર્થીનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન માટે 'કારકિર્દીના ઊંબરે' પુસ્તક દ્વારા કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોશ્રગ્રેસ સમિતિનો સતત પંદરમા વર્ષે આ સંનિષ્ઠ પ્રયાસ છે. 'કારકિર્દીના ઊંબરે' પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મુખ્યપ્રવકતા ડો. મનિષ દોશી, ડો. વિજય દવે, નિશીત વ્યાસ, હિરેન બેન્કર અને કિર્તન જાનીને કોંગ્રેસ તરફથી અભિનંદન પાઠવ્યા હતાં.

'કારકિર્દીના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-૧૨ પછી યોગ્ય અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. ગુજરાતનાં તમામ વિદ્યાર્થી મિત્રોને સરળ અને સચોટ માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશી (એન્જિનિયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શક પુસ્તક 'કારકિર્દીના ઊંબરે પ્રસિદ્ઘ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. ફી નિર્ધારણ કાયદાના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મોટી ફી વસુલવામાં આવી રહી છે, ભાજપ સરકારના રાજમાં શૈક્ષણિક સ્ટાફની મોટા પ્રમાણમાં દ્યટ છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર થાય છે અને વિદ્યાર્થીઓના ભાવિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. શિક્ષણના વ્યાપારીકરણમાં વ્યસ્ત અને મસ્ત રાજય સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીન છે.

'કારકિર્દીના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ઉચ્ચશિક્ષણ મેળવવા માંગતા સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ,લોનની સુવિધા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજય સરકારે ગુણવત્ત્।ા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની રકમમાં વધારો કરીને પીઠબળ પૂરું પાડવું જાઈએ તેને બદલે સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવો પાછળ વેડફી રહી છે.

પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિદ્ઘાર્થ પટેલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં પ્રવકતાશ્રી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રસ પક્ષ દ્વારા પંદર વર્ષથી સાતત્ય અને નવીન માહિતી સભર માર્ગદર્શન પુસ્તક 'કારકિર્દીના ઊંબરે' તૈયાર કરવા બદલ કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશી અને સહયોગીઓને કોંગ્રેસ પક્ષ તરફથી અભિનંદન આપ્યા હતા.

સતત પંદરમાં વર્ષે 'કારકિર્દીના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો માટે રાષ્ટ્રીય અને રાજય સંસ્થાનોના કટ ઓફ માકર્સ, નીટનું કટ ઓફ માકર્સ તેમજ દેશ અને રાજય કક્ષાની વિવિધ સંસ્થા અને વિદ્યાશાખાઓની પસંદગીનાં માપદંડની વિગતો આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકો, સાંપ્રત સમયના નવીન અભ્યાસક્રમો સહીત આગળ વધવા શું કરી શકાય તેવી ૧૫૦ પેજની માહિતી સભર, સચોટ, સરળ માર્ગદર્શક પુસ્તક 'કારકિર્દીના ઊંબરે' વિધાર્થી-વિધાર્થીનીઓને ઉતમ જીવન નિર્માણનો સાથીદાર બની રહેશે. સાથોસાથ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલ ભારત સરકારની ટ્યુશન ફી માફી યોજના તથા વર્ષ ૨૦૦૯ થી શરૂ થયેલ સેન્ટ્રલ સેકટર સ્કીમ ફોર એજયુકેશન લોનમાં અભ્યાસક્રમના સમયગાળા માટેનું વ્યાજ સંપૂર્ણપણે સબસીડી સ્વરૂપે કેન્દ્ર સરકાર આપશે. આ અંગેની જરૂરી કાર્યવાહી માટેની વિસ્તૃત વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ફીના ઉંચા ધોરણો સામે પોતાના સંતાનોના અભ્યાસ અંગે ચિંતિત સામાન્ય-મધ્યમવર્ગના વાલીઓ માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થશે.

'કારકિર્દીના ઊંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.infં ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે સંપર્કમાં ૯૪૨૬૦૦૧૫૯૯ અમદાવાદ.

(4:12 pm IST)