Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ધો.૧ર સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષાના નિર્ણયથી રોષ

વાલીઓ અને છાત્ર સંગઠન દ્વારા શિક્ષણ વિભાગને રજુઆત કરશે.

અમદાવાદ, તા. ૧૭ :  ગુજરાત માધ્યમિક અને  ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને  ધોરણ ૧૨ની પરીક્ષામાં ધોરણ  ૧૦માં બે વિષયમાં નાપાસ  હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક  પરીક્ષા આપી શકે છે, તેવી  જ રીતે ધોરણ ૧૨ સાયન્સમાં  પણ બે વિષયમાં નપાસ હોય  તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા  આપી શકે છે.

જોકે ધોરણ-૧૨  સામાન્ય પ્રવાહમાં માત્ર એક  જ વિષયની પૂરક પરીક્ષા આપી  શકાય છે. તેથી દર વર્ષે હજારો  વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો  હોવાની લાગણી વિદ્યાર્થીઓ અને વાલીઓ અનુભવી રહ્યા છે.  

ગુજરાતમાંથી ધોરણ -૧૨  સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં  નાપાસ હોય એવા વિદ્યાર્ર્થીઓની  રાજયમાં આ વર્ષે સંખ્યા  ૨૪,૧૪૭ છે. પરીક્ષા ન આપી  શકવાથી આ વિદ્યાર્ર્થીઓનું વર્ષ  બગડશે. કોમર્સના શિક્ષકના  અનુસાર માત્ર ધોરણ-૧૨  સામાન્ય પ્રવાહમાં જ બે વિષયમાં  નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓ  માટે પૂરક પરીક્ષા આપી ન  શકવાનો નિયમ છે. આ બાબત  વિદ્યાર્ર્થીઓ સાથે અન્યાયકર્તા  છે.

રાજયભરમાંથી હજારો વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ  થયા છે. પરંતુ એક વિષયની  પૂરક પરીક્ષાના નિયમને કારણે  આવા તમામ વિદ્યાર્થીઓનું  વર્ષ બગડશે. વાલીઓ અને  વિધાર્થીઓની માગ છે કે ધોરણ  ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સમાં  વિધાર્થીઓ બે વિષયની પૂરક  પરીક્ષા આપી શકે છે. તે જ  પ્રમાણે ધોરણ-૧૨ સામાન્યપ્રવાહના વિદ્યાર્થીઓને પણ મોકો  મળવો જોઈએ. બોર્ડ નિયમમાં  બદલાવ કરવા જોઈએ આ માટે  વાલીઓ પણ શિક્ષણ બોર્ડમાં ટૂંક  સમયમાં રજૂઆત કરશે.

(4:10 pm IST)