Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોંગ્રેસ શાસિત રાજયોમાં ગુજરાત કરતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ

વિપક્ષને આંકડાઓ સાથે ઝાટકતા નરહરિ અમીન

રાજકોટ, તા. ૧૭ :  ભાજપના પ્રદેશ અગ્રણી અને રાજયસભાના ઉમેદવાર શ્રી નરહરિ અમીને પેટ્રોલ-ડીઝલના ભાવ બાબતે કોંગ્રેસના નિવેદન અને કાર્યક્રમોને રાજકીય નાટક ગણાવી ઝાટકણી કાઢી છે. તેમણે કોંગી શાસિત રાજયોના ભાવ બાબતે બોલવા કોંગીને પડકારી છે.

શ્રી નરહરિ અમીન જણાવે છે કે  કોરોનાની મહામારી વચ્ચે રાજકીય હિત ખાટવાનો કોંગ્રેસનો નવો કારસો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ સાશિત રાજયોમાં કોંગ્રેસનું ભેદી મૌન છે. કોંગ્રેસ સાશિત અને દેશના અન્ય રાજયો કરતા ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા ઓછા છે. આ વાત કોંગ્રેસ ગુજરાતની જનતાને નહિ જ જણાવે મને મળેલ માહિતી મુજબ  ગુજરાતમાં પેટ્રોલનો દર પ્રતિ લીટર રૂ.૭૩.૮૮ છે. જયારે મહારાષ્ટ્રમાં રૂ.૮૩.૬૦,રાજસ્થાનમાં રૂ.૮૩.૧૪, પંજાબમાં રૂ.૭૫.૨૧ અને છત્ત્િ।સગઢમાં રૂ.૭૪.૭૪ છે.આ ચારેય રાજયો કોંગ્રેસ સાશિત છે. ગુજરાતમાં ડીઝલનો દર પ્રતિ લીટર રૂ.૭૨.૧૨ છે.જયારે મહારાષ્ટ્ર્માં રૂ.૭૩.૨૨, રાજસ્થાનમાં રૂ.૭૫.૫૧, છત્ત્િ।સગઢમાં ૭૨.૨૨ છે. કોંગ્રેસ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે..જયારે હકીકત તેનાથી વિપરીત છે.

(3:28 pm IST)