Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

શુક્રવારથી વરસાદની તિવ્રતા વધશે, ત્યાં સુધી છુટાછવાયા સ્થળોએ લોકલ વાદળો વરસશે

કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર-ગુજરાતના અડધા ભાગોમાં ચોમાસુ બેસી ગયું: હવામાન ખાતુ

 રાજકોટઃ નેઋત્યનું ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અડધા ભાગોમાં બેસી ગયાનું હવામાન ખાતાએ જણાવ્યુ છે. જયારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમન માટે રાહ જોવી પડશે. આ વિસ્તારોમાં હાલ એકપણ સિસ્ટમ્સ લાગુ નથી.

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં બનેલુ સાયકલોનીક સરકયુલેશન લો-પ્રેસરમાં પરીવર્તીત થશે. જેની અસરથી ૧૯મીથી ૨૧ જુન સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની તિવ્રતા વધશે આશરે ત્રણેક દિવસ સારો વરસાદ પડશે ત્યાં સુધી લોકલ સીબી ફોર્મેશનના વાદળો વરસાદ પડશે જે જગ્યાએ વાદળો બનશે અને ભેજનું પ્રમાણ વધુ હશે ત્યાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. ગરમીમાં તો ઘટાડો નોંધાય છે પરંતુ અસહ્ય ઉકળાટ બફારો પ્રવર્તી રહયો છે. રાજકોટમાં પણ ધોધમાર વચ્ચે તેવી શહેરીજનો લાગણી પ્રર્વતી રહયા છે.

(3:27 pm IST)