Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજયમાં પ્રી-મોન્સુનની અસર હેઠળ

કવાંટ ૪, છોટાઉદેપુર ૨.૫,નેત્રંગ – કામરેજ અને દાહોદ ૨ ઇંચ વરસાદ

સરદાર સરોવરમાં જળ વિદ્યુત મથકના પ્રારંભને પગલે વીજ યુનિટથી સાડા ત્રણ કરોડ આવક શરૂ

વાપી, તા.૧૭:    રાજય ભરમાં પ્રી મોન્સુનની અસર જાણે હળવી થઇ રહી છે જેને પગલે રાજય ના ૫૪ તાલુકાઓમાં એક મીમી થી ૯૩ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.

    હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજય ભરમાં મેદ્યરાજા નરમ પાડ્યા છે માત્ર ૧૩ તાલુકાઓમાં નોંધનીય એક ઇંચ થી ૪ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે જયારે આજે સવારે ૭ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૧૮.૧૮ ફૂટે પોહોચી છે

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે

  આંકડા ને જોઈએ તો.. કવાંટ ૯૩ મીમી , છોટાઉદૈપુર ૬૬ મીમી , નેત્રંગ ૫૨ મીમી,કામરેજ ૪૮ મીમી,દાહોદ ૪૭ મીમી,ઓલપાડ ૪૪ મીમી,ગરુડેશ્વર ૪૨ મીમી,વાલિયા ૩૮ મીમી, જામ્બુદ્યોડા અને ડેડીયાપાડા ૩૩-૩૩ મીમી, જેતપુરપાવી ૩૦ મીમી, તેમજ નિઝર ૨૮  મીમી, બોડેલી ૨૫ મીમી, તિલકવાડા અને ઉમરપાડા ૨૩-૨૩ મીમી,માંગરોળ ૨૦ મીમી, દ્યોદ્યમ્બા અને નાંદોદ ૧૮-૧૮ મીમી , નસવાડી ૧૭ મીમી,ચોર્યાસી ૧૬ મીમી, મહુઆ ૧૪ મીમી, ધાનપુર-સાગબારા-કુકરમુંડા-માંડવી અને નવસારી ૧૧-૧૧ મીમી વરસાદ નોંધાયેલ છે આ ઉપરાંત રાજય ના ૨૬ તાલુકાઓ માં ૧ થી ૧૦ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે.

  આ ઉપરાંત ગુજરાત માટે શુભ  સમાચાર એ કહી શકાય કે નર્મદા બંધની જળસપાટી હાલમાં આ સિઝનની સૌથી મહત્ત્।મ એટલે કે આશરે ૧૨૭.૭૦ મીટરએ પોહોચી છે તેમજ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પંથક માં ચાલતા  ટર્બીઅનને પગલે આશરે ૩૦ હજાર કયુસેક પાણીની આવકને પગલે નર્મદા બંધના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ  પાવર હાઉસના ટર્બીઅન આશરે ૬ મહિના બાદ ફરીથી ધમધમી ઉઠ્યા છે અને હાલ જે નર્મદા બંધ ના જળ વિદ્યુત મથકો ચાલે છે તેનાં થી સરકાર ને દરરોજ ની ૧૭ મીલીયન વીજ યુનિટ થી આશરે રુ ૩.૫૧ કરોડ ની આવક પણ થઇ રહી છે

  આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે સુરત,ભરૂચ,નર્મદા ,અને નવસારી પંથક માં હળવો વરસાદ પડી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

(3:26 pm IST)