Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વાપી પાલિકા વિસ્તારમાં ખરાબ માર્ગોનું ચોમાસામાં પેચવર્ક કરાવવા ગોઠવાતો તખ્તો : ટેન્ડર પ્રક્રિયા શરૂ

ચોમાસુ બેસી જતા ઝડપથી મરામત્ત કામગીરી થાય તેવી સંભાવના ખૂખ જ ઓછી

વલસાડ:વાપી પાલિકા વિસ્તારમાં ખરાબ માર્ગોનું પેચવર્ક આ વર્ષે કરવામાં આવ્યુ હતું.હાલ વિધિવત ચોમાસુ બેસવાની તૈયારી છે. આવા સમયે પાલિકાએ મહત્વના ચાર માર્ગોના મરામત્ત માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે.પરંતુ આ પ્રક્રિયામાં હજુ થોડા દિવસો પસાર થઇ જશે.જેથી ચોમાસુ બેસી જવાથી વાપીવાસીઓએ કાદવ-કીચડમાંથી પસાર થવા તૈયાર રહેવુ પડશે.કારણ કે આ વર્ષે ખરાબ માર્ગોની ઝડપથી મરામત્ત કામગીરી થાય તેવી સંભાવના ખૂખ જ ઓછી છે.

વરસાદની તૈચારીના કારણે આ કામગીરી પૂર્ણ કરવી અશકય બની છે.વાપી પાલિકા દ્વારા ચોમાસા પહેલા ખરાબ માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી કરે છે, આ વર્ષે લોકડાઉનના કારણે આ કામગીરી થઇ શકી નથી.શહેરના આંતરિક રસ્તાની સાથે ચાર મોટા રસ્તાની મરામત્ત કામગીરી હજુ થઇ શકી નથી.શહેરના મહત્વના માર્ગોમાં ચલા મુકતાનંદ,અપનાઘર,દાદરીમારો ફળિયા અને ડુંગરી ફ‌ળિયા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે,પરંતુ ચોમાસામાં આ કામગીરી પૂર્ણ કરવી લગભગ અશકય છે.

લોકડાઉનને લઈ કામગીરી થઇ શકી નથી.આ વર્ષે કોરોના મહામારીના કારણે પેચવર્કની કામગીરી થઇ શકી નથી,પરંતુ હાલ ચાર માર્ગોના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે.જેની કામગીરી શરૂ થઇ જશે.લોકોને ચોમાસામાં તકલીફ ન પડે તે મુજબ કામગીરી કરવામાં આવશે.

(2:35 pm IST)