Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વલસાડ જિલ્લામાં કોવીડ -19ના નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી : 25,800 નો દંડ વસૂલાયો

માસ્ક ન પહેરવા,સેનેટાઇઝર ન રાખવા,સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા,તથા જાહેરમાં થૂંકવા બદલ દંડ કરાયો

વલસાડ :જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં કલેકટર આર.આર. રાવલે કડક કાર્યવાહી અમલી બનાવી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ક્વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરી હતી

 વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માસ્ક ન પહેરવા,સેનેટાઇઝર ન રાખવા,સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા,તથા જાહેરમાં થૂંકવા બદલ રૂ.25800 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ તાલુકામાં 8400, પારડીમાં 6800, ધરમપુરમાં 2000, ઉમરગામમાં 3400, કપરાડામાં 1000 અને વાપી તાલુકામાંથી 4200 ના દંડનો સમાવેશ થાય છે.

(2:34 pm IST)