Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે યોગિની ભાગવત એકાદશીએ સ્વામિનારાયણ બાપા સ્વામીબાપાને પુષ્પોનો મનોરમ્ય શણગાર

૨૨૦ વર્ષ પહેલાં આજના શુભ દિવસે શ્રી નિલકંઠ વર્ણીનો સદ્ ગુરુ શ્રી રામાનંદ સ્વામી સાથે પ્રથમ મેળાપ થયો સંવત ૧૮૫૬ પીપલાણમાં..

અમદાવાદ:  વિશ્વ વિખ્યાત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પણ ગરમીમાં કુદરતી ઠંડક મળી રહે તેવા હેતુથી, જેઠ વદ એકાદશી - યોગીની ભાગવત એકાદશીના પાવન દિને

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો દ્વારા જૂઈ, ડોલર, મોગરા  તેમજ ગુલાબ સહિતના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સુગંધિત ફૂલોથી છવાઇ ગયા હતા. હરિના અંગોઅંગ પર ફૂલોનાં શણગાર ઓપી રહ્યાં હતાં. ફૂલોના શણગારને લીધે મંદિરનું ગર્ભગૃહ સુગંધિત થયું હતું.

વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

  વિશ્વવ્યાપી કોરોના વાઈરસની મહામારીમાં લોકડાઉનનું શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચુસ્તપણે પાલન કરવામાં આવતું હોય દેશ-વિદેશના હરિભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી, શણગાર વગેરે દર્શન કરાવવામાં આવ્યા હતા. અને કોરોના વાઈરસથી સંક્રમિત  મનુષ્યો જલ્દી જલ્દી સાજા થાય તદર્થે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે  સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પ્રાર્થના કરી હતી.

(2:17 pm IST)