Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ : મોડીરાત્રે દાહોદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ : રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયા

લીબીડી, ઝાલોદ, ગલાલિયાવાડ, રળિયાતી, રાબડાલ સહિત આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો

દાહોદ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદા પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. મોડી રાતે પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદ, લીબીડી, ઝાલોદ, ગલાલિયાવાડ, રળિયાતી, રાબડાલ સહિત આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો હતો.

(4:25 pm IST)