Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દાનહમાં 9 અને દમણમાં 5 નવા પોઝિટિવ કેસ : એક જ દિવસમાં 14 કેસ :આરોગ્ય તંત્રમાં દોડધામ

મંગળવાર સંઘપ્રદેશ દાનહ અને દમણ માટે અમંગળ બન્યો

વલસાડ: સંઘપ્રદેશ દાનહ અને દમણ માટે અમંગળ બન્યો હતો.દાનહમાં એક સાથે 9 પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે દમણમાં પણ એક જ દિવસમાં 5 કેસ પોઝિટિવ આવ્યા છે.દાનહમાં અત્યાર સુધી દાદરા ગામમાં જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ શહેરી વિસ્તાર સેલવાસમાં 9 કેસ સામે આવ્યા છે જેમાં મોટાભાગના ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે

  .સોસાયટી અને આજુબાજુના વિસ્તારને કંટાઈમેન્ટ કરવામા આવ્યા.સંઘપ્રદેશ દાનહમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના મોટાભાગના કેસ દાદરા ખાતે સ્લમ વિસ્તારમાં ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ સાથે લોકોલ સંક્રમણને કારણે આવતા હતા જેમાં મંગળવારના રોજ સેલવાસ શહેરી વિસ્તારમાં એક સાથે નવા નવ કેસ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.સંઘપ્રદેશ દાનહમાં વધારે પડતા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ જ કોરોના પોઝીટીવના કેસો વધી રહ્યા છે

 .સેલવાસના પદમાવતી વિહાર સોસાયટીમા ચાર વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાથી મંગળવારે બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ સોસાયટી અને આજુબાજુના વિસ્તારને કંટાઈમેન્ટ કરવામા આવેલ છે.જાણવા મળ્યા મુજબ પ્રદેશમા કુલ 30 કોરોના પોઝીટીવના કેસો સક્રિય છે જેમાથી 9 રીકવર થયા છે.

(1:29 pm IST)