Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દમણમાં હોટેલ-રેસ્ટોરન્ટ શરુ કરવા મંજૂરી : ઓનલાઇન બુકીંગ શરૂ : માત્ર ગુજરાતના ગ્રાહકોને જ અપાશે પ્રવેશ

હોટલમાં ગ્રાહકે ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદ તમામ વિગત તંત્રને આપવાની રહેશે

વલસાડ :અઢી માસના લોકડાઉન બાદ દમણના બાર સિવાય અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરવાના આદેશ કર્યા છે.આરોગ્ય વીભાગની ટીમે દમણના હોટલ સંચાલકો સાથે કોરોના વાયરસના સંક્રમણથી કેવી રીતે બચી શકાય અને કઈ સાવચેતી રાખવી એ અંગે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે.લગ્ન સિઝન અને ઉનાળું વેકકેશન લોકડાઉનમાં નીકળી જતા દમણની લોટલ ઉદ્યોગને અંદાજે કરોડો રૂપિયા નુંકશાન થયું છે.અઢી માસ સુધી હોટલ ઉદ્યોગ બંધ રહ્યા બાદ ફરીથી દમણમાં હોટલ વ્યવસાયને ચાલું કરવાની પરવાનગી આપવામાં આવી છે

  .જોકે,પ્રશાસનિક સૂત્રોના જણાવ્યા મુજબ હોટલ સંચાલકો અત્યારે માત્ર ગુજરાતના ગ્રાહકોનું જ ઓનલાઇન બુકિંગ કરી શકશે.હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ મંગળવારથી હોટલ શરૂ કરાતા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. દમણ આરોગ્ય વિભાગની ટીમે હોટલ મીરામારના કોન્ફરન્સ હોલમાં તમામ હોટલ સંચાલકો સાથે એક બેઠક યોજીને હોટલમાં આવનારા ગ્રાહકોના એસઓપી મુજબની ગાઇડ લાઇન અને કોરોના સંક્રમણથી બચવા માટે શું કરી શકાય અને કેવા પગલાં લેવાના રહેશે એ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી. બુકિંગ બાદ,દમણમાં પ્રેશવાની પરવાનગી મળશે ,પ્રશાંશન દ્વારા જણાવવામાં આવ્યું છે.હોટલમાં ગ્રાહકે ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદ તમામ વિગત તંત્રને આપવાની રહેશે.ત્યારબાદ કલેક્ટર બે કોપી મોકલવાશે એક ગ્રાહકને મળશે અને બીજી કોપી જે તે ચેકપોસ્ટના પોલીસને મળ્યા બાદ જ ગ્રાહકને દમણમાં પ્રવેશ મળશે.

(1:22 pm IST)