Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદના પૂર્વ મેયર

ડો. દિપ્તીબેન શાહની મહિલા કલ્યાણ માટે નિર્ધારણ કરતી ઉચ્ચ સમિતિમાં નિમણુંક

રાજકોટ તા. ૧૭ :.. ડો. દિપ્તીબેન શાહની કેન્દ્ર સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે નિતી નિર્ધારણ કરતી ઉચ્ચ સમિતિમાં નિયુકિત કરવામાં આવી છે.

માતૃત્વમાં પ્રવેશ કરતી મહિલાઓની યોગ્ય ઉમર, પોષણ અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારાની તાતી આવશ્યકતા છે., આ અંતર્ગત મહિલાઓના ઉચ્ચ શિક્ષણને વેગ આપવા શું કરી શકાય તે માટેના સૂચનો, લગ્ન અને માતૃત્વની ઉમરના સહસંબંધને લક્ષમાં રાખી તે અંગે પુનર્વિચાર, નવજાત શિશુ મૃત્યુ દર, માતૃત્વ મૃત્યુદર, દીકરીઓનો જન્મ દર જેવા મહત્વના મુદાઓ ધ્યાનમાં રાખી તેના ઉપાયો માટે નીતિ વિષયક ભલામણો તૈયાર કરવામાં આવશે. અને આ ભલામણોના સમર્થનમાં આવશ્યક નવા કાયદાઓ તેમજ પ્રવર્તમાન કાયદાઓમાં જરૂરી ફેરફારો પણ સુચવવામાં આવશે.

ડો. દિપ્તીબેન શાહ એલ. જી. મેડીકલ કોલેજના ડીન છે. વિખ્યાત સામયિક ન્યુઝ વીકના આકલન પ્રમાણે આ કોલેજ ભારતની શ્રેષ્ઠ ૧પ મેડીકલ કોલેજમાં સ્થાન ધરાવે છે. અમદાવાદ મહાનગરપાલિકાના ૧૩ વર્ષ સુધી કાઉન્સીલર રહેલા ડો. દીપ્તિબેન શાહ ડેપ્યુટી મેયર તથા હોસ્પિટલ કમીટીના અધ્યક્ષ રહેલા છે. હોસ્પિટલ વ્યવસ્થાપનમાં તેમણે કરેલા વિવિધ નિર્ણયો સીમાચિહનરૂપ ગણાય છે. ભારતીય યોગ અને ધ્યાન પ્રણાલી દ્વારા આરોગ્ય અને જીવનમાં થતાં હોસ્પિટલ કમીટીના અધ્યક્ષ રહેલા છે. હોસ્પિટલ વ્યવસ્થાપનમાં તેમણે કરેલ વિવિધ નિર્ણયો સીમાચિહનરૂપ ગણાય છે. ભારતીય યોગ અને ધ્યાન પ્રણાલી દ્વારા આરોગ્ય અને જીવનમાં થતાં ગુણાત્મક પરિવર્તનો માટે પૂજય શ્રી શિવકૃપાનંદ સ્વામીની સંસ્થા સાથે વૈજ્ઞાનિક સંશોધનોમાં કાર્યરત છે. જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી આ અત્યંત મહત્વપૂર્ણ નીતિ નિર્ધારક સમિતિમાં ડો. દીપ્તિબેન શાહ ગુજરાતમાંથી એકમાત્ર સભ્ય નિયુકત થયેલ છે.

(11:40 am IST)