Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગયા વર્ષે ૧૫ જુન સુધીમાં ૨.૦૭ લાખ હેકટરમાં વાવેતર થયેલ, આ વર્ષે ૧૩.૯૪ લાખ હેકટરમાં

રાજયના કુલ સરેરાશ વરસાદના ૧૧.૪૬ ટકા વરસાદ વરસ્યો : અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સંભવઃ હર્ષદ પટેલ

ગાંધીનગર, તા.૧૭: રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગઇકાલે રોજ ઝૂમ કલાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો.

રાહત કમિશનરશ્રી દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.શ્રી પટેલે જણાવ્યુ કે, રાજયમાં તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬્રુ છે. રાજયના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમી દ્વારકા તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે.

ત્પ્ઝ્ર દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૧૩.૯૪ લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૫/૬ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨.૦૭ લાખ હેકટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૬.૪૨% વાવેતર થયુ છે.

આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર ્રૂ બી વિભાગ, ફોરેસ્ટ સહિતના વિવિધ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

(11:39 am IST)