Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

છોટાઉદેપુર જિલ્લામાંથી આંતર રાજ્ય વાહન ચોરી કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા : આઠ બાઈક કબ્જે

છોટાઉદેપુર જીલ્લામાંથી આંતર રાજ્ય વાહન ચોરી કરતી ગેન્ગના બે સભ્યો પોલીસ ને હાથે ઝડપાયા છે. જીલ્લા LCB સ્ટાફના પોલીસ કર્મી.તથા કરાલી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એચ.પી.ગામીત તથા પોલીસ કર્મી સાથે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગલી ચાર રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક ચોરીની મોટર સાયકલ સાથે બે શખ્શોને પકડી પાડવામાં આવ્યા છે.

જેઓની પાસેથી જુદી જુદી કંપની ની આઠ જેટલી મોટર સાઈકલ પણ પોલીસે કબજે મેળવી છે. જેમાં

1) એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ નંબર-GJ-JD-7317 જેની કિં.રૂ.-૩૦,૦૦૦/-

2) હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ GJ-06-JD-0231 જેની કિં.રૂ-૨૫ , ૦૦૦/-

3) હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર- GJ-21-BJ-8148 જેની કિં.રૂ-૩૦ , ૦૦૦/-

4) હિરો હોન્ડા પેશન મોટર સાયકલ GJ-05-HD-7542 જેની કિં.રૂ-૩૦ , ૦૦૦/-

5) હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ-05-LK-9356 જેની કિં.રૂ-૪૦ , ૦૦૦/-

6) હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ-06-PK-3486 જેની કિં.રૂ-૩૫ , ૦૦૦/-

7) સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ-06-MA-8464 જેની કિં.રૂ-૪૫ , ૦૦૦/-

8) એક મોબીસ્ટાર કંપનીનો મોબાઇલ જેની કિં.રૂ-૨૫૦૦-

ઉપરોકત ચોરાયેલ કુલ ૦૭ મોટર સાયકલોની કુલ કિ.રૂ ૨ , ૫૫૦૦૦/- ની તથા મોબાઇલ ની કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૨ , ૫૭ , ૫૦૦/-નો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કરાલી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

(12:06 am IST)