Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરતમાં કાપડ માર્કેટના અને મોલનાં વેપારીઓનું આંદોલન: ત્રણ મહિના ભાડા માફી મુદ્દે વિરોધ તેજ

3 મહિનાનું ભાડું અને મેઇન્ટેનન્સ માફ કરવા માંગ : મોલમાં ધરણા

સુરત : કોરોના વાઇરસને લઇને લાંબા લોકડાઉનને કારણે વેપાર ઉધોગ બંધ રહેતા અનેક લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભાડાના દુકાનો વેપાર કરતા વેપારીઓ દ્વારા 3 મહિના ભાડા માફ કરવાને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રિંગરોડ પર આવેલ કાપડ માર્કેટમાં માર્કેટની બહાર વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો, ત્યારે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ મોલમાં ભાડા માફીને લઈએં દુકાનદારો દ્વારા મોલમાં ધરણા કરવામાં આવ્યા હતા.

કોરોના વાઇરસને લઈએં 70 દિવસ લાંબા ચાલેલા લોકડાઉનને લઈને લોકોના વેપાર ઉદ્યોગ બંધ હોવાને લઈએં લોકોની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. ત્યારે હજુપણ વેપાર ઉધોગ બરાબર નથી ચાલી રહ્યા તેવામાં સુરતમાં ભાડાની દુકાનમાં કામ કરતા વેપારી દ્વારા ભાડા માફ કરવાને લઈએં અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નહિ આવતા હવે વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે. શહેરના રીંગરોડ ખાતે આવેલી યુનિવર્સલ માર્કેટના વેપારીઓની 3 મહિનાનું ભાડું અને મેઇન્ટેનન્સ માફ કરવા માંગ કરવામાં આવી છે.

(10:40 pm IST)