Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીખલીના ખૂંટ ગામે કરંટ લાગતાં ત્રણ જણાનાં મોત

વરસાદ શરૂ થતાંની સાથે જ કરંટની ઘટનાઓ વધી : વહુને બચાવતા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો

નવસારી, તા. ૧૬ : ચોમાસાની સિઝન શરૂ થતા વીજળી પડવાના, કરંટ લાગવાના, પૂરમાં વહી જવાના બનાવો વધી રહ્યાં છે. આવામાં નવસારીના ચીખલીના એક ગામે દુઃખદ ઘટના બની છે. નવસારીના ચીખલીના ખૂંધ ગામે કરંટ લાગતા એક પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખૂંધ ગામે પટેલ  પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. ત્યારે તેઓને બચાવવા માટે ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. તો સાથે બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો. આમ, એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા છે. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

*          લલીબેન રવજીભાઈ પટેલ (ઉંમર ૮૦ વર્ષ)

*          બચુભાઈ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (ઉંમર ૬૦ વર્ષ)

*          કલ્પનાબેન શૈલેષભાઈ પટેલ (ઉંમર ૩૫ વર્ષ

(10:27 pm IST)