Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસ દેખાવો યોજશે

ગુજરાત કોંગ્રેસ પ્રમુખના સરકાર પર આકરા પ્રહાર : સરકારને કોરોનાના કેસની વધતી સંખ્યાની ચિંતા નથી પણ રાજ્યની તિજોરી પરની અસરની ચિંતા છે : અમિત ચાવડા

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ છે કે શું લોકડાઉનમાં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી ? તેમનું બજેટ ખોરવાયું નથી ? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી ? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી ? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી છૂટી ગઈ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી ? કોંગ્રેસે કહ્યું કે, સરકારની આવક ઘટી તો તેનો ભાર પ્રજા પર કેમ. સરકારે નકલી ઉત્સવો અને જાહેર ખબર પાછળના ખર્ચ બંધ કરવો જોઈએ. મુખ્યમંત્રી માટે લેવાયેલું ૨૦૦ કરોડનું વિમાન કેમ રદ કરવું જોઈએ સવાલ છે. ભાજપા સરકારની નિતિ છે કે લોકો પાસેથી રોકડા વસૂલી રાહત માટે લોકોને બેંકમાં મોકલવાનાં આવે છે. ૨૨ વર્ષમાં કરોડની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી ત્યારે સરકારી તિજોરી પર અસર થઈ હતી

            કોંગ્રેસ અને ભાજાપાના શાસનમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, યુપીએ સરકાર વખતે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૭ ડોલર પ્રતિ  ડોલર હતો અને આજે ૪૦ ડોલર પ્રતિ બેરલ છે. ૬૬ ડોલરના ઘટાડા છતાં ગ્રાહકોને તેનો લાભ મળતો નથી. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલનો ભાવ ૭૧ રૂપિયા હતો, જ્યારે આજે ૭૬ રૂપિયા છે. ડીઝલનો ભાવ ૫૫ રૂપિયા હતો, જ્યારે આજે ૭૪.૬૦ રૂપિયા છે. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી .૨૦ રૂપિયા હતી. આજે ભાજપના શાસનમાં ૩૩ રૂપિયા પ્રતિ લિટર છે. ડિઝલ પર .૪૬ રૂપિયા હતી, આજે ૩૧.૮૩ રૂપિયા લેવાય છે.

           પેટ્રોલે પરની એક્સાઈઝ ડયુટીમાં ૨૫૮ ટકા અને ડિઝલ પર ૮૨૦ ટકાનો વધારો થયો. સરકાર રાહત આપવામાં સમજતી નથી. સસ્તા ક્રૂડનો ફાયદો લોકોને મળતો નથી. સરકારે પ્રજાને લૂટી સરકારી તિજોરી ભરવાની નિતી રાખી છે. કોંગ્રેસ સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આવતી કાલે જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે.

(10:25 pm IST)