Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વલસાડના રિસોર્ટમાં રોકાયેલ કોંગ્રેસના 10 ધારાસભ્યો દ્વારા કાર્યકરો સાથે મિટીંગનો ધમધમાટ : ગઢ જાળવવા રણનીતિ

ધારાસભ્યોએ ડાંગ અને કપરાડા કાર્યકરો સાથે ડોર ટુ દોર મિટિંગ ચાલુ કરી દીધી

 

વલસાડ : રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણનો માહોલ ગરમાયો છે.કોંગ્રેસ પોતાના તૂટતાં ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટમાં લઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડના શાંતિવન રિસોર્ટ ખાતે કોંગ્રેસના 10 ધારાસભ્યોને રાખવામાં આવ્યાં છે.ગુજરાતનાં કોર કમેટીના સભ્યોની આગેવાનીમાં રહેલા ધારાસભ્યોને ડાંગ અને કપરાડા કાર્યકરો સાથે ડોર ટુ દોર મિટિંગ ચાલુ કરી દીધી છે.ડાંગ કપરાડા કોંગ્રેસના ગઢ હોવાથી આગામી ચુંટણીમાં કોંગ્રેસને કોઈ અસર પડે તેથી ધરસભ્યને કામે લગાડવામાં આવ્યા છે.

કાર્યકરોમાં જોશ લાવવા ધારાસભ્યો મેદાને ઉતર્યા છે.કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેથી વલસાડ જિલ્લામાં ગુજરાતના 10 ધારાસભ્યોના ધામા નાખવામાં આવ્યા છે.જેમાં વાસદના અનંત પટેલ,પુનાજી વ્યારાના ગામીત,માવવીના આનંદ ચૌધરી, રાજપીપળાના પ્રભુ વસાવા સહિત ગુજરાતના 10 જેટલા કોંગી ધારાસભ્યોનો સંવેશ થાય છે. ધારાસભ્યો કપરાડા અને ડાંગની બેઠક પર કોંગી ધારાસભ્યના રાજીનામાં બાદ હતા થયેલા કોંગ્રેસના કાર્યકરોમાં જોશ લાવવાની કામગીરી શરૂ કરી છે.

વર્ષીથી કપરાડા અને ડાંગ કોંગ્રેસનો ગઢ તરીકે રહ્યો છે.કપરાડાના ધારાસભ્ય જીતુભાઈનો આદિવાસી પટ્ટી પર ઘણો પ્રભાવ રહ્યો છે.આગામી દિવસોમાં જીતુભાઈ BJPમાં જોડાશે કે કેમ અને BJP માં જોડાયા પછી તેને કપરાડાની બેઠક પર BJP ના ઉમેદવાર તરીને પ્રમોટ કરશે કે કેમ તે સવાલ છે ત્યારે પોતોનો ગઢ જાળવવા માટે કોંગ્રેસે રિસોર્ટમાં રાખેલા ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે. ધારાસભ્યો પોતાનો ગઢ જળવાઈ રહે તે માટે એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે.

(9:55 pm IST)