Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદની નિકોલની કોઠીયા હોસ્પિટલમાં દર્દીઓને ભિખારીની જેમ ભોજન અપાય છે :વાયરલ વિડીઓમાં દર્દીએ બળાપો કાઢ્યો

હોસ્પિટલમાં દાખલ દર્દી હોસ્પિટલમાંથી બહાર આવીને દુકાનના ઓટલા પર બેસી ગયો : કોરોનાએન કારણે દર્દી ડિપ્રેશનમાં આવ્યો : ટ્રસ્ટીનો ખુલાસો

અમદાવાદ: નિકોલની કોઠીયા હોસ્પિટલમાં દાખલ દર્દી છ દિવસ અગાઉ હોસ્પિટલમાંથી બહાર આવીને દુકાનના ઓટલા પર બેસી ગયો હતો. દર્દીને સમજાવવા માટે હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. વાયરલ વીડિયોમાં દર્દી જણાવે છે કે,ભિખારીને જમવાનું આપતા હોય તેમ આપે છે. ગઈકાલ બપોરના એક વાગ્યાનો એડમિટ છું કોઈ મને ચેક કરવા નથી આવ્યું. મારા ફેફસામાં પાણી ભરાયું છે,હિમોગ્લોબીન 7 ટકા હોવા છતાં કોઈ સારવાર નથી.

હોસ્પિટલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે,કોરોનાના હિસાબે દર્દી ડિપ્રે શનમાં આવા પગલાં ભારે છે પણ હોસ્પિટલની સુવિધા તમે જાતે ચકાસી શકો છો. કોર્પોરેશન કે દર્દી પાસે અમે કોઈ ચાર્જ લેતા નથી માત્ર સેવાના હેતુથી હોસ્પિટલ આપી છે. નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલમાં છ દિવસ અગાઉ દાખલ કોરોના દર્દી બહાર આવી ને હોબાળો મચાવે છે.હોસ્પિટલ સ્ટાફ અને પોલીસની વિનંતી છતાં દર્દી હોસ્પિટલમાં જવા તૈયાર થતા નથી.

દર્દીએ વીડિયોમાં બોલતા દેખાય છે કે, ગઈકાલે બપોરના એક વાગ્યાનો હોસ્પિટલમાં છું. હજુ સુધી મારું બીપી ચેક કર્યું નથી. જમવાનું ભિખારીને આપતા હોય તેમ ફેંકે છે. હું અહીંયા સારવાર વગર મરી જઈશ તો ચાલશે. મેં ત્રણ વાર ફરિયાદ કરી મારી પાસે રેકોર્ડિંગ છે. ફરીયાદ બાદ મને કોઈ ચેક કરવા આવ્યું નથી. મારુ હિમોગ્લોબીન 7 ટકા અને ફેફસામાં પાણી ભરાયું હોવા છતાં કોઈ જોવા નથી આવ્યું

દર્દીને પોલીસ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફ સમજાવી રહ્યો છે.દરમિયાનમાં એક વ્યક્તિ દર્દીને અપશબ્દો બોલતા વાતાવરણ ઉગ્ર બને છે. બાદમાં મામલો થાળે પડતા દર્દીને હોસ્પિટલમાં લઈ લેવામાં આવે છે. કોઠીયા હોસ્પિટલનાં ટ્રસ્ટી દિલીપભાઈ કોઠીયાએ આ અંગે જણાવ્યું કે, મેં વિડીયો જોયો 10 તારીખ આસપાસનો છે. મે તપાસ કરતા દર્દીને હોસ્પિટલમાં લઈ લેવાય છે.

કોરોના દર્દીએ ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હશે. તેઓના આક્ષેપો તદ્દન ખોટા છે. અમે હોસ્પિટલ સેવન હેતુ થી આપી દીધી છે. આ અંગે કોઈ ચાર્જ અમે કોર્પોરેશન કે દર્દી પાસે લેતા નથી. આક્ષેપની વાત કરું તો તમે જસ્ટ જઈ ચેક કરી શકો છો. અમારા ત્યાં સારવાર અને જમવાનું ઉત્તમ મળે છે. વધુ પડતા દર્દીને પગલે કદાચ કઈ વહેલું મોડું થયું હોય તેવું બની શકે.

(9:25 pm IST)