Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

બગોદરા: બેરોજગાર યુવાનને દર મહિને 25 હજાર સુધી કમાવવાની લાલચ આપી પૈસા પડાવનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

બગોદરા : ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં રહેતાં બેરોજગાર યુવાનોને દર મહિને રૂા.૨૫,૦૦૦ સુધી કમાવવાની લાલચ આપી ખોટી દૈનિક પત્રોમાં જાહેરાતો આપી લલચાવી અને ફ્રેન્ડશીપ ક્લબના નામે મેમ્બરસીપના રજીસ્ટ્રેશનના બહાને અલગ-અલગ સ્કીમમાં રૂપિયા ભરાવડાવી ઓનલાઈન છેતરપીડીના અનેક ગુન્હાનો નોંધાયા હતાં અને આ મામલે અમદાવાદ રેન્જ આઈજીની સુચનાથી સાયબર ક્રાઈમ પોલીસ સરખેજ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી.

જે દરમ્યાન ફરિયાદી સાથે વાતચીત કરી રૂા.૧૬,૪૯૯ તથા અન્ય ફરિયાદી સાથે રૂા.૪૩,૫૦૦ની છેતરપીંડી અંગે નોંધાયેલ ફરિયાદને ધ્યાને લઈ મોબાઈલ નંબરોના લોકેશનના આધારે વોચ ગોઠવી તપાસ હાથધરી હતી જેમાં અમદાવાદ ખાતે રહેતાં આરોપી સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા ઉ.વ.૩૦, રહે.અમદાવાદ તથા રાહુલભાઈ મુકેશભાઈ બારૈયા ઉ.વ.૨૫, રહે.અમદાવાદવાળાને ઝડપી પાડયાં હતાં અને વધુ તપાસ દરમ્યાન છેતરપીંડીમાં ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન નંગ-૧૧, ડાયરી-૭, એટીએમ કાર્ડ-૧૯, આધાર કાર્ડ-૫, પાન કાર્ડ-૫, ચેકબુક-૭, બેન્ક પાસબુક-૫ મળી આવ્યાં હતાં અને બંન્ને આરોપીઓ દ્વારા વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૧ સુધીમાં હજારો વ્યક્તિઓ સાથે કુલ રૂા.૧,૫૪,૫૫,૯૧૮ની ઓનલાઈન છેતરપીંડી અંગેની કબુલાત કરી હતી આથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથધરી હતી અને અન્ય લોકોને પણ આ પ્રકારની લોભામણી જાહેરાતો અને વાતોમાં ન આવી સાવચેત રહેવા અપીલ કરી હતી.

(5:24 pm IST)
  • દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તાઉ તે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. access_time 5:28 pm IST

  • રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા અને સાયલા વચ્ચે સાત સાડા સાત વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો access_time 8:11 pm IST

  • જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે થઈ છે. તે કાશ્મીરના પુલવામાનો છે અને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયો હતો. દિલ્હી પોલીસને આ આતંકી પાસેથી કેસરી ઝભ્ભો, સફેદ પાજામો, કલાવા, મણકો, ચંદન અને કુમકુમ મળી આવ્યું છે. ડારના કબજામાંથી .30 બોરની પિસ્તોલ અને બે મેગેઝીન મળી પણ આવ્યા છે, જેમાં 15 જીવંત કારતુસ છે. પ્રારંભિક પૂછપરછમાં જાન મોહમ્મદ ડારે ખુલાસો કર્યો હતો કે તેને આતંકી સંગઠન દ્વારા પુજારીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. access_time 6:20 pm IST