Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગંદુ અને દુષિત પાણીનું વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી

અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં લોકોને તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધોળકા તાલુકાના ચલોડા ગામમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી તેમજ વણકરવાસ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દુષીત પણીનું વિતરણ કરવામાં આવતાં સૃથાનીક ગ્રામજનોએ ધોળકા તાલુકા વિકાસ અિધકારીને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ ધોળકા તાલુકાના ચલોડા ગામે આવેલ કૃષ્ણનગર સોસાયટી તેમજ વણકરવાસ સહિત તેની પાછળ આવેલ ખેતર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી તાલુકા પંચાયત દ્વારા દુષીત તેમજ દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંગે સરપંચ, સભ્ય, તલાટી કમ મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત આ મામલે ટેલીફોનીક વાતચીત સહિત દુષીત પાણીના નમુના સાથે સરપંચ સહિત સૃથાનીક આરોગ્ય કેન્દ્રમાં પણ રજુઆતો કરવામાં આવી હતી. તેમ છતાંય આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કે પગલા લેવામાં આવ્યાં નથી જ્યારે આ દુષીત પાણીના કારણે સૃથાનીક રહિશોને ઝાડા-ઉલ્ટી સહિત ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 

(5:23 pm IST)