Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હોસ્પિટલના ICU તથા ICCU વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજીયાત કરો : રાજ્ય સરકાર તથા હોસ્પિટલોના સંચાલકોને સૂચના અપાવો : કોવિદ -19 દર્દીની સારવારમાં બેદરકારી દાખવાઈ રહી હોવાના મીડિયાના સમાચારોને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ : હોસ્પિટલના ICU તથા ICCU વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજીયાત કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.જેમાં જણાવાયા મુજબ મીડિયામાં પ્રસિદ્ધ થઇ રહેલા સમાચારો મુજબ કોવિદ -19 દર્દીની સારવારમાં બેદરકારી દાખવાઈ રહી હોવાના અહેવાલો છે.આથી દર્દીના પરિવારને પારદર્શક વહીવટ જોવા મળે તેમજ સેકન્ડ ઓપિનિયન લેવાની પણ તક મળે તેવા હેતુથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.

શાલિન બિપિનભાઇ દોશી દ્વારા તેમના એડવોકેટ  ડો.અવિનાશ પોદારે કરેલી હસ્તક્ષેપ અરજી અંતર્ગત ખરી હકીકત  જાહેર કરવા દિશા નિર્દેશ માંગવામાં આવ્યો છે.

અરજીમાં કરવામાં આવેલા સૂચનો મુજબ  ICU તથા ICCU વોર્ડમાં સીસીટીવી કેમેરા દર્દીના પરિવારજનો પણ જોઈ શકે તે સુવિધા મળવી જોઈએ.જેથી દર્દીને આપવામાં આવતી સારવાર વિશેની માહિતી મેળવીને દર્દીના સબંધીઓ જાણી શકશે કે યોગ્ય તબીબી સારવાર મળી રહી છે કે નહીં .તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(2:25 pm IST)
  • રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા અને સાયલા વચ્ચે સાત સાડા સાત વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો access_time 8:11 pm IST

  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે બપોરે 4:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8 થી 11 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. access_time 6:09 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી : વડાપ્રધાને ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી access_time 5:31 pm IST