Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ભરૂચના ફાટાતળાવ નજીક સ્ટ્રીટ પોલના કેબલમાં આગ:ભડકા સાથે તણખા ઝરતા રહીશોમાં ફફડાટ

વિજપોલના કેબલમાં અચાનક આગ ફાટી:આગના ભડકાઓ સાથે આતશબાજી થતા ગભરાહટ

 

ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલના કેબલમાં અચાનક આગ ફાટી નીકળવા સાથે આગના તણખા ઝરતા આસપાસના રહીશોમાં ફફડાટ ઉભો થયો હતો.

 ગત રાત્રીના ફાટા તળાવ વિસ્તારના એક વિજપોલના કેબલમાં આગ ફાટી નીકળી હતી.આગના ભડકાઓ સાથે આતશબાજી થતી હોય  તણખાઓ ઝરતા આસપાસના રહીશોમાં ફફડાટ ઉભો થવા પામ્યો હતો.

  વિજલાઇન કેબલમાં ફોલ્ટ થતા આખા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.લાંબા સમય સુધી આગ સાથે તણખા ઝરવાની ઘટના થી ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.જો કે મોડે મોડે વિજ કંપનીઓના અધિકારી અને કર્મચારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જેમાં આખરે આગ અને તણખા ઝરવાનું બંધ થયું હોવા છતાં પણ લોકોએ મોડે સુધી અંધારપટ વેઠવાનો વારો આવ્યો હતો.

 

(10:04 pm IST)