Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગાંધીનગરમાં પોલીસની ઓળખ આપી બે શખ્સોએ યુવાનના મોબાઈલ લૂંટી છુમંતર થઇ જતા તપાસ શરૂ

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરી-લૂંટનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અડાલજ પાસેના જમીયતપુરા ગામની સીમમાં બાઇક ઉપર આવેલા બે શખ્સો પોલીસની ઓળખ આપીને બે યુવાનોના મોબાઇલ લૂંટીને પલાયણ થઇ ગયા હતા. ઝપાઝપીમાં એક આરોપીનો મોબાઇલ પડી ગયો હતો. જે પોલીસને આપી દેવામાં આવ્યો છે. હાલ આ અંગે અડાલજ પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

ગાંધીનગર શહેરમાં ઘરફોટ ચોરીના બનાવો અટકી ગયા છે પરંતું છેલ્લા ઘણા સમયથી ગઠિયા અને લૂંટારૂઓ  સક્રિય બન્યા છે. તેમાં પણ પોલીસની ઓળખઆપીને લૂંટ મચાવતા તત્વો પણ  દેખાવા લાગ્યા છે ત્યારે અંબાપુર ગામ ખાતે રહેતો ૨૫ વર્ષિય યુવાન પરેશ ગૌતમભાઇ ઠાકોર તેના મામાના દિકરા રણજીત નાગજીજી ઠાકોર સાથે જમીયતપુરા ગામ ખાતે આવેલા જોગણી માતાના મંદિરે બાધા કરવા માટે ગયો હતો. 

(5:28 pm IST)