Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અથાણાંની કેરીનું આગમનઃ ગુંદા, કેરડાં, ડાળાં, ગરમરની પણ માંગ

ચટાકેદાર અથાણાં મોટેની કાચી કેરી વનરાજ અને રાજાપુરી કેરી સહિત અનેકવિધ પ્રકારની દેશી અને પ્રાદેશિક કેરીઓ અત્યારે અમદાવાદનાં બજારમાં ઠલવાઇ છે

અમદાવાદ, તા.૧૭: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ બજારમાં સિઝનમાં ભરાતાં ચટાકેદાર અથાણાં મોટેની કાચી કેરી વનરાજ અને રાજાપુરી કેસ સહિત અનેકવિધ પ્રકારની દેશી અને પ્રાદેશિક કેરીઓ અત્યારે અમદાવાદનાં બજારમાં ઠલવાઇ છે, જો કે બારેમાસ ખવાતાં અથાણાં માટેની રાજાપુરી અને વનરાજ કેરીની માગ વધુ રહે છે. અથાણાંના મરી-મસાલાના વધેલા ભાવ વચ્ચે રાજાપુરી કેરીનું પ્રતિકિલો રૂ.૭૦થી ૧૦૦ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. ઉપરાંત કાળઝાળ ગરમીમાં કાચી કેરીનાં શરબત-મુરબ્બો, ચટાકેદાર અથાણાં સહિતના કેરીનાં વ્યંજન બનાવવા માટે ગૃહિણીઓ દ્વારા કાચી કેરીની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષ કરતાં આ કેરીનાં ભાવમાં રૂ.૧૦થી ૨૦નો વધારો થયો હોવાથી ગૃહિણીઓમાં ખરીદી માટે કચવાટ છે. વનરાજ અને રાજાપુરી કેરી દળદાર હોય છે. જેનો ભાવ આ વર્ષે રૂ.૭૦થી ૧૦૦ પ્રતિકિલો છે. આ ઉપરાંત ખાટું અથાણું બનાવવા માટે દેશી કેરીની પણ માગ છે. હાલમાં એપીએસસી માર્કેટમાં રાજાપુરી કેરી પ્રતિકિલો રૂ.૪૦થી ૫૦ અને વનરાજ કેરી પ્રતિકિલો રૂ.૫૦થી ૬૦ના ભાવે વેચાઇ રહી છે જયારે છુટક માર્કેટમાં રાજાપુરી કેરી પ્રતિકિલો રૂ.૫૦ થી ૬૦ અને વનરાજ કેરી પ્રતિકિલો રૂ.૬૦થી ૭૦, દેશી કેરી પ્રતિકિલો રૂ. ૪૦, ગુંદા  પ્રતિકિલો રૂ.૬૦થી ૭૦ અને કેરીની ગોટલી પ્રતિકિલો રૂ.૬૦થી૭૦ના ભાવે વેચાઇ રહી છે.

થોડાં વર્ષ પૂર્વે કચરામાં ફેંકાતી ગોટલીઓ અત્યારે બજારમાં મળતી અથાણાંની કેરીના ભાવે જ બજારમાં વેચાઇ રહી છે. એપીએમસી માર્કેટમાં જથ્થાબંધ અને છૂટક કેરીના વેપારી મિલાપભાઇ પટેલના જણાવ્યા મુજબ અખાત્રીજ બાદ અથાણાં માટેની કેરીની સિઝન શરૂ થતી હોય છે.

(3:35 pm IST)