Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હવે અડાલજની વાવની મુલાકાત લેવી મોંઘી પડશે : મુલાકાતીઓએ 25 રૂપિયાની ટીકીટ ખરીદવી પડશે

વિદેશી નાગરિકો માટે 300 રૂપિયા ટીકીટ રાખવામાં આવી છે.

અમદાવાદ :રાજ્યમાં વધુ એક જોવા લાયક સ્થળની મુલાકાત લેવી ટુરીસ્ટોને મોંઘી પડી શકે છે. અમદાવાદ પાસે આવેલી જાણીતી અડાલજની વાવને જોવા માટે હવે ટુરિસ્ટે 25 રૂપિયાની ટીકીટ લેવી પડશે.

 અડાલજની વાવના નામે પ્રખ્યાત એવા ઐતિહાસિક સ્થળને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એપ્રિલ મહિનામાં શીડ્યુઅલ બી લીસ્ટમાં મુક્યું છે.હવે આવતા અઠવાડિયાથી અડાલજની વાવ જોવા માટે 25 રૂપિયાની ટીકીટ ખરીદવી પડશે.સાર્ક દેશોના નાગરિક અને ભારતના નાગરિકો માટે ટીકીટની કિંમત 25 રૂપિયા છે,જ્યારે બીજા વિદેશી નાગરિકો માટે 300 રૂપિયા ટીકીટ રાખવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અડાલજની વાવની બહાર જ ટીકીટ કાઉન્ટર હશે.ટીકીટ ખરીદી માટે કેશલેસ સર્વિસ પણ શરૂ કરાશે.જે ટુરિસ્ટ કેશલેસ પેમેન્ટ કરશે તેમને ટીકીટ દીઠ 20 રૂપિયા ખર્ચવા પડશે.

આર્કિટેક્ચરની રીતે 1498ની સાલમાં બનેલી પાંચ માળની અડાલજની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રમાણે પાટણમાં આવેલી રાણીની વાવ પછી સૌથી ઐતિહાસિક સ્થળ ગણાય છે.અડાલજની વાવની મુલાકાતે દર વર્ષે લાખ લોકો આવે છે.

(2:28 pm IST)