Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમદાવાદની 19 વર્ષીય પરણીતાને પબજી ગેમના પાર્ટનર સાથે થયો પ્રેમ : પતિ સાથે છૂટાછેડા માંગ્યા !

કોન્ટ્રકટર સાથે પરણેલી અને એક બાળકની માતાએ કહ્યું કાઉન્સિલરને કહ્યું પતિ સાથે કોઈ ઝઘડો નથી

અમદાવાદમાં પબજી ગેમની કેવી આડ અસર થાય તેનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે અમદાવાદની એક 19 વર્ષની પરણિતા કે જેને એક વર્ષ કરતા પણ નાનું બાળક છે તેને પબજીનાં ગેમ પાર્ટનર સાથે પ્રેમ થવાના કારણે પતિ સાથે છૂટાછેડા મેળવી અને ગેમ પાર્ટનર સાથે રહેવું છે, જે માટે તેણે મહિલાની હેલ્પલાઇન અભયમ 181ને જણાવ્યું હતું.

    હેલ્પલાઇનનાં અધિકારીઓએ જણાવ્યું કે આ અમદાવાદનો પહેલો કિસ્સો છે જેમાં મહિલાને પબજી પાર્ટનર સાથે રહેવા માટે પતિ સાથે છૂટાછેડા લેવા છે. આ પહેલા એક કિસ્સામાં માતાએ પોતાનાં બાળકને પબજીની લતથી છોડાવવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ અહેવાલ પ્રમાણે આ કેસ અંગે કાઉન્સેલરે જણાવ્યું કે, 'આ મહિલાનાં 18 વર્ષ પુરા થતાં તેણે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેને બાળકને પણ જન્મ આપ્યો છે. થોડા મહિના પહેલા તેને પબજી રમતની લત લાગી હતી. જેમાં તેને શહેરનાં જ પબજી રમત રમતા યુવાન સાથે સંપર્ક થયો હતો.

આ સાંભળીને જ્યારે કાઉન્સેલરે તેને પૂંછ્યું કે, 'તને તારા પતિ સાથે કોઇ અણબન છે કે ઝઘડો છે? તો ત્યારે તેને ના પાડી હતી અને કહ્યું હતું કે મારે તે યુવાન સાથે રહેવું છે.'

(1:19 pm IST)