News of Thursday, 17th May 2018

સુરતમાં દગાખોર પ્રેમીઅે તેની પ્રેમિકાને ૧ લાખમાં વેચી બીજા સાથે જબરદસ્‍તીથી લગ્ન કરાવ્યા

સુરતઃ અહીં ખાતે પ્રેમીઅે તેની પ્રેમિકા સાથે દગો કરીને તેણીને રૂૂ.૧ લાખમાં અન્ય વ્‍યકિતને વેંચી તેના બળજબરીથી લગ્ન કરાવ્યાનો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

૨૧ વર્ષીય યુવતિ નિશાને લગ્નનું વચન આપી તેના પ્રેમી જુલિયેશ વસાવાએ તેણીનું અપહરણ કર્યું હતું. જો કે જુલિયેશે તેને દગો આપી કલ્પેશ મકવાણા સાથે જબરદસ્તીથી પરણાવી દીધી હતી.

ઉમરપાડા પોલીસ ઇન્સપેક્ટર વીએન તડવીએ કહ્યું કે પીડિતાએ 6 મહિના બાદ અપહરણ અને જબરદસ્તીથી લગ્ન થયાં હોવાનું કલ્પેશ મકવાણાને જણાવ્યું ત્યારે કલ્પેશ તે છોકરીને એના ઘરે મૂકી આવ્યો હતો, જો કે કલ્પેશનો આ સ્વભાવ જોઈને હવે નિશાએ કલ્પેશની પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું છે. નિશાએ ડેડિયાપાળામાં રહેતા જુલિયેશ ઉપરાંત ધરમપુરમાં રહેતા માયા, રાણી અને સંજય પર અપહરણનો આરોપ લગાવ્યો છે. આરોપીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની ધારા 365 (અપહરણ) અને ધારા 366 (લગ્ન માટે દબાણ કરવું) અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાની નર્સ મિત્ર સાથે રહેવા માટે નિશા સુરત આવી હતી. નિશા અહીં જોબ શોધવા માટે આવી હતી અને એક અઠવાડિયું રહ્યા બાદ પણ તેને નોકરી નહોતી મળી. જુલિયેશ ક્યારેક ક્યારેક તેને ફોન કરતો હતો અને એક વખત લગ્નનો વાદો આપી પોતાની સાથે રહેવા કહ્યું. થોડા દિવસો બાદ ડેડિયાપાળાના ભૂતભેડા ગામે લઈ જવા માટે અશોક નિશાને તેડવા આવ્યો હતો. અહીં નિશા પોતાની કાકીના ઘરે 2 દિવસ સુધી રહી અને બાદમાં જુલિયેશ નિશાને પોતાની સાથે રહેવા માટે લઈ ગયો હતો.

પાંચ દિવસ સુધી જુલિયેશની સાથે રહેવા બાદ કંઈક કામ હોવાનું કહી જુલિયેશ જતો રહ્યો હતો. કેટલાક દિવસો રાહ જોયા બાદ અશોક આવ્યો અને તે જુલિયેશ પાસે સુરત લઈ જશે તેવું બહાનું બનાવી નિશાને પોતાની જોડે લઈ ગયો હતો. સુરતમાં એક મહિલા સાથે થોડા દિવસ રાખ્યા બાદ જુલિયેશની સાથે મળાવશે તેવું બહાનું બનાવી ટ્રેન દ્વારા તે નિશાને અમદાવાદ લાવ્યો હતો. પછી છોકરીને ધરાપુર ગામ સ્થિત રાણીના ઘરે લઈ જવામાં આવી જ્યાંથી બળજબરીથી કલ્પેશ મકવાણા સાથે છોકરીનાં લગ્ન કરાવી દેવામા આવ્યાં હતાં.

જો કે દગો આપીને કેવી રીતે બળજબરીથી લગ્ન કરાવી દેવામા આ્યાં તે અંગે નિશાએ કલ્પેશને જાણ કરતાં કલ્પેશે નિશાને એના ઘરે મૂકી જવાનો નિર્ણય લીધો. પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓની શોધખોળ શરૂ થઈ ગઈ છે અને પકડાય ગયા પછી અગાઉ આવા ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરશે.

(6:06 pm IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST