Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સવર્ણોને જીપીઅેસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારોઃ બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ

સવર્ણોને જીપીઅેસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારોઃ બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે રચવામાં આવેલા બિન અનામત આયોગે અનામતનો લાભ ન મેળવતા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષામાં બેસવાની મહત્તમ વય મર્યાદા વધારવામાં આવે તેવી સરકારને ભલામણ કરી છે. હાલ સવર્ણ વર્ગના ઉમેદવાર 35 વર્ષની વય સુધી જીપીએસસીની પરીક્ષા આપી શકે છે. પાટીદાર આંદોલન પછી રચાયેલા આયોગે પોતાનો પહેલો રિપોર્ટ સરકારને સોંપ્યો છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે.

આયોગે સરકારને એવી પણ ભલામણ કરી છે કે, એસસી-એસટી તેમજ ઓબીસી સ્ટૂડન્ટ્સ માટે બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલોમાં જો જગ્યા ખાલી હોય તો તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને પણ રહેવા દેવામાં આવે. આ આયોગના ચેરપર્સન હંસરાજ ગજેરાના જણાવ્યા અનુસાર, સીએમ વિજય રુપાણીને રિપોર્ટ સોંપાયો છે, જેમાં અનામતનો લાભ ન મેળવતા સવર્ણ યુવાવર્ગના કલ્યાણ માટે કેટલીક નીતિગત ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો પર શું નિર્ણય લેવો તે સરકારે નક્કી કરવાનું છે.

ગજેરાએ એમ પણ કહ્યું હતું કે, બે વર્ગો વચ્ચે મનદુ:ખ કે પછી મતભેદ ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ભલામણો કરાઈ છે. જેમ કે, એમપીમાં બિન અનામત વર્ગના યુવકો પણ 40 વર્ષની વય સુધી સરકારી નોકરી મેળવી શકે છે, જ્યારે આપણે ત્યાં તે મર્યાદા 35 વર્ષની છે.

અનામતની માંગ સાથે આંદોલન શરુ કરનારા પાટીદારો સાથે સરકારે કરેલી વાતચીતમાં સવર્ણો માટે અલગ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિને જ ગાંધીનગરમાં સીએમ વિજય રુપાણીએ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકારે બિન અનામત વર્ગ માટે નિગમ પણ બનાવ્યું છે, અને તેને 500 કરોડનું ફંડ અપાયું છે. આ નિગમ પણ ટૂંક જ સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે.

(6:05 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST