Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વાડિયા ગામના દૂધ મંડળીના સહમંત્રી સામે ફાયરિંગ કરી 18 લાખની લૂંટ ચલાવાઈ

વડગામ:તાલુકાના મોરીયા ગામની દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ હેમરાજભાઈ ચૌધરી બુધવારના સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ધનાલી બેન્કમાંથી મોરીયા દૂધ મંડળીના ગ્રાહકોને ચુકવણું કરવાનુ હોવાથી રૂ.૧૮ લાખ લઈને બાઈક ઉપર ધનાલીથી મોરીયા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા કારના ચાલકે પીછો કરીને ધનાલીથી મોરીયા જવાના રસ્તા પર આવેલા ભાંખરી ગામના પાટીયા પાસે ચાર રાઉન્ડ હવામાં ફાયરીંગ કરીને ડેરીના સહમંત્રી રૂપિયા સાથેનો થેલો લઇ ખેતરમાં ભાગ્વા લાગ્યા હતા જોકે એક લૂંટારૂએ ખેતરમાં સહમંત્રી સાથે ઝપાઝપી કરી રૂ.૧૮ લાખ રોકડા લૂંટી લઈને ફરાર થઇ ગયા હતા. આ લૂંટના પગલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારૂને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી છે. મોરીયા દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ હેમરાજભાઈ લોહ તેમજ નથુભાઈ રામજીભાઈ ઉપલાણા બંને જણ બાઈક લઈને મોરીયાથી ધનાલીની મધ્યસ્થ સહકારી બેન્ક ધનાલી શાખામાં દૂધ મંડળીના ચુકવણાના રૂ.૧૮ લાખ રકમ લઈને મોરીયા જવા નિકળ્યા હતા તે સમયે ધનાલી ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ એક કાર સામેથી આવી રહી હતી. પાછળથી આવીને બાઈકનો પીછો કર્યો હતો. રસ્તામાં કારના ચાલકે બાઈકની નજીક બાઈકનો ચાલક અને દૂધ મંડળીના સહમંત્રી કાર હંકારીનેહતી. કારના કાચ બ્લેક અને બંધ હોવાથી કારમાં કોણ છે તે જોઈ શકાયુ ન હતુ. પરંતુ બાઈકના ચાલક અને ડેરીના સહમંત્રીના મનમાં કોઈ ઓળખીતો હશે તેથી મજાક કરતા હશે તેમ માનીને બાઈક આગળ લઈને નિકળ્યા હતા.
 

(6:03 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST